Get The App

કુપોષિત ગુજરાત: 37% બાળકો અવિકસિત, 20%નું વજન ઓછું અને તોય પોષણ પખવાડિયાની ઉજવણી

Updated: May 2nd, 2025

GS TEAM


Google News
Google News
કુપોષિત ગુજરાત: 37% બાળકો અવિકસિત, 20%નું વજન ઓછું અને તોય પોષણ પખવાડિયાની ઉજવણી 1 - image


Malnourished Gujarat: ગુજરાત સરકાર દ્વારા એક તરફ પોષણ પખવાડીયા દ્વારા બાળકો, સગર્ભા માતાઓ, કિશોરીઓના પોષણને સુનિશ્ચિત કરવા માટે વિવિધ દાવા કરવામાં આવી રહ્યા છે. જ્યારે બીજી તરફ કુપોષણને મામલે સ્થિતિ અત્યંત બદતર છે. ગુજરાતના બાળકોમાં અવિકસિત હોવાનું પ્રમાણ 39. 53 ટકા જેટલું હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ 19.84 બાળકો ઓછું વજન ધરાવે છે.

દેશમાં સરેરાશ 39.09 ટકા બાળકો અવિકસિત

પ્રાપ્ત માહિતી અનુસાર, શૂન્યથી પાંચ વર્ષની વયના બાળકોમાં ગુજરાતમાં ઓછા વજનની સમસ્યા સૌથી વધુ ધરાવતા રાજ્યમાં ઉત્તર પ્રદેશ 48.72 ટકા સાથે મોખરે છે. આ યાદીમાં બિહાર બીજા, મહારાષ્ટ્ર ત્રીજા સ્થાને છે. રાહતની વાત એ છે કે, ગુજરાતમાં બાળકોમાં અવિકસિત હોવાનું પ્રમાણ છેલ્લા 3 વર્ષમાં ઘટ્યું છે. વર્ષ 2023માં 51.80 ટકા, 2024માં 43.48 ટકા બાળકો અવિકસિત હોવાની સમસ્યા ધરાવતા હતા. હવે આ પ્રમાણ ઘટીને 36.53 ટકા થયું છે.

કુપોષિત ગુજરાત: 37% બાળકો અવિકસિત, 20%નું વજન ઓછું અને તોય પોષણ પખવાડિયાની ઉજવણી 2 - image

સમગ્ર દેશમાં હાલ સરેરાશ 39.09 ટકા બાળકો અવિકસિત છે. આમ, દેશમાં સરેરાશની સરખામણીએ ગુજરાતની સ્થિતિ આંશિક સારી છે. આ સિવાય રાજ્યમાં હાલ 3.35 ટકા બાળકો ઊંચાઈની સરખામણીએ ઓછું વજન ધરાવે છે. આ પ્રમાણ 2023માં 8.30 ટકા હતું અને તેમાં પણ હવે આંશિક સુધારો જોવા મળ્યો છે. બીજી તરફ પાંચ વર્ષની વય સુધીના 19.84 ટકા બાળકો ઓછા વજનની સમસ્યા ધરાવે છે. બાળકોમાં ઓછા વજનની સૌથી વધુ સમસ્યા હોય તેમાં બિહાર 24.09 ટકા સાથે મોખરે છે. 

આ પણ વાંચો: ચંડોળાથી હટાવ્યાં તો અમદાવાદના જ લાંભાના ગણેશનગરમાં ગેરકાયદે વસાહત ઊભી થવાનો ડર!


સરકારના દાવા પ્રમાણે સંકલિત બાળ વિકાસ સેવા યોજના હેઠળ છ વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને સગર્ભા તથા ધાત્રી માતાઓને પૂરક પોષણ, રસીકરણ, આરોગ્ય તપાસ અને રેફરલ સેવાઓ પૂરી પાડે છે. 6 મહિનાથી 3 વર્ષના બાળકોને ટેક-હોમ રાશન તથા આંગણવાડીમાં 3થી 6 વર્ષના આશરે 15.64 લાખથી વધુ બાળકોને દૈનિક સવારનો ગરમ નાસ્તો અને ગરમ રાંધેલા બપોરના ભોજનની સુવિધા આપવામાં આવે છે. સગર્ભા તથા ધાત્રી માતાઓને બાલશકિત, માતૃશકિત અને પૂર્ણશકિત ટેક હોમ રેશન પૂરક પોષણ આહાર તરીકે અપાય છે. મુખ્યમંત્રી માતૃશક્તિ જેવી યોજના હેઠળ પ્રથમ વખતની સગર્ભા અને 2 વર્ષ સુધીના બાળકોની માતાઓને રો-રાશન કે જેમાં 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ અને 1 લીટર ફો ટફાઈડ તેલ આપવામાં આવે છે. જે હેઠળ છેલ્લા એક વર્ષમાં 5 લાખથી વધુ માતાઓને લાભ અપાયો છે. 

કુપોષિત ગુજરાત: 37% બાળકો અવિકસિત, 20%નું વજન ઓછું અને તોય પોષણ પખવાડિયાની ઉજવણી 3 - image



Tags :