Gujarat

સુરત: માંડવીના લીમદા ગામ પાસે બે બાઈક સામ સામે અથડાયા, 3 યુવકના મોત

By GS TEAM
29 Oct 20251 min read
TukuTouch Logo
સુરતના માંડવી તાલુકામાં બે બાઈક સામ-સામે અથડાતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. ગમખ્વાર અકસ્માતની ઘટનામાં ત્રણ યુવકના મોત નીપજ્યા છે. સમગ્ર ઘટનાની જાણ થતાં માંડવી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ત્રણેય મૃતદેહને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત: માંડવીના લીમદા ગામ પાસે બે બાઈક સામ સામે અથડાયા, 3 યુવકના મોત
Representative Image

Surat News : સુરતના માંડવી તાલુકામાં બે બાઈક સામ-સામે અથડાતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. ગમખ્વાર અકસ્માતની ઘટનામાં ત્રણ યુવકના મોત નીપજ્યા છે. સમગ્ર ઘટનાની જાણ થતાં માંડવી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ત્રણેય મૃતદેહને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાઈક અકસ્માતમાં ત્રણ યુવકના મોત

મળતી માહિતી મુજબ, સુરતના માંડવીના લીમદા ગામ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા બે બાઈક વચ્ચે જોરદાર ટક્કર વાગતા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બે યુવકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય એક યુવકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો: શિરડી દર્શન કરવા ગયેલા સુરતના શ્રદ્ધાળુઓને નાસિકમાં નડ્યો અકસ્માત, ત્રણના મોત, ચાર ઈજાગ્રસ્ત

અકસ્માતની ઘટનાને પગલે પોલીસ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેવામાં ઓવરસ્પિડિંગ અને બેફામ ડ્રાઈવિંગ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.