સુરત: માંડવીના લીમદા ગામ પાસે બે બાઈક સામ સામે અથડાયા, 3 યુવકના મોત

| Representative Image |
Surat News : સુરતના માંડવી તાલુકામાં બે બાઈક સામ-સામે અથડાતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. ગમખ્વાર અકસ્માતની ઘટનામાં ત્રણ યુવકના મોત નીપજ્યા છે. સમગ્ર ઘટનાની જાણ થતાં માંડવી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ત્રણેય મૃતદેહને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બાઈક અકસ્માતમાં ત્રણ યુવકના મોત
મળતી માહિતી મુજબ, સુરતના માંડવીના લીમદા ગામ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા બે બાઈક વચ્ચે જોરદાર ટક્કર વાગતા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બે યુવકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય એક યુવકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
અકસ્માતની ઘટનાને પગલે પોલીસ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેવામાં ઓવરસ્પિડિંગ અને બેફામ ડ્રાઈવિંગ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

