Get The App

જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે બોલેરો અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં ત્રણ વર્ષની બાળકી ઇજાગ્રસ્ત

Updated: May 26th, 2025

GS TEAM

Google News
Google News
જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે બોલેરો અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં ત્રણ વર્ષની બાળકી ઇજાગ્રસ્ત 1 - image


Jamnagar Accident : જામનગર નજીક ખીજડીયા બાયપાસ રોડ પર ગઈકાલે બપોરે એક ટ્રેક્ટર સાથે માલવાહક બોલેરો વાહન અથડાઈ પડતાં અકસ્માત સર્જાયો હતો અને ધડાકાભેર બોલેરો ટ્રેક્ટરની ટ્રોલી સાથે ટકરાતાં ટ્રોલી માર્ગ પર પલટી મારી ગઈ હતી.

 જે અકસ્માતમાં ટ્રેક્ટરની ટ્રોલીમાં બેઠેલી શ્રમિક પરિવારની ત્રણ વર્ષની એક બાળકી ઈજાગ્રસ્ત બની હતી. જેને તાત્કાલિક અસરથી 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં પહોંચાડી હતી.

 આ અકસ્માતના બનાવને લઈને ખીજડીયા બાયપાસ રોડ પર થોડો સમય માટે ટ્રાફિકજામ થઈ ગયો હતો અને નાના-મોટા અનેક વાહનોની કતાર લાગી ગઈ હતી

 જો કે પાછળથી પંચકોશી એ. ડિવિઝન પોલીસ તેમજ ટ્રાફિક શાખાની ટુકડીએ બનાવના સ્થળે પહોંચી જઈ વાહન વ્યવહારને પૂર્વવત બનાવ્યો હતો.

Tags :