Get The App

નર્મદા નદી કિનારે ગોરા ઘાટના નવીનીકરણ દરમિયાન મોટી દુર્ઘટના, ભેખડ ધસી પડતાં 3 શ્રમિકો દટાયા

Updated: Oct 26th, 2025

GS TEAM

Google News
Google News
નર્મદા નદી કિનારે ગોરા ઘાટના નવીનીકરણ દરમિયાન મોટી દુર્ઘટના, ભેખડ ધસી પડતાં 3 શ્રમિકો દટાયા 1 - image


Narmada News : આગામી 31મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલની 150મી જન્મજયંતીની ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં રાષ્ટિય એકતા પરેડ અને દિલ્હી રાજપથ જેવી મેગા પરેડ યોજાનાર છે. જેને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ થઈ રહેલા વિવિધ વિકાસના કામો-ખાત મુર્હતને લોકર્પણના કામો વહેલીતકે પૂરા કરવા માટે તંત્ર દોડતું થયું છે, ત્યારે નર્મદા નદી કિનારે ગોરા ઘાટ ખાતે ચાલી રહેલી નવીનીકરણની કામગીરી દરમિયાન દુર્ઘટના બની હતી. નવીનીકરણની કામગીરી દરમિયાન ભેખડ ધરાસાઈ થતા અકતેશ્વર ગામમાં 3 સ્થાનિકો દટાઈ જતાં મૃત્યું નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને પગલે ફાયર ફાઇટર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને ત્રણેવના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.

નર્મદા નદી કિનારે ગોરા ઘાટના નવીનીકરણ દરમિયાન મોટી દુર્ઘટના, ભેખડ ધસી પડતાં 3 શ્રમિકો દટાયા 2 - image

કોન્ટ્રાક્ટ સામે ગુનો નોંધી ધરપકડ કરવાની માગ

નર્મદા ઘટના નવીનીકરણની કામગીરીમાં નજીકમાં જ પ્રોટેક્શન વોલ બનાવતા સમયે અચાનક ભેખડ ધરાસાઈ થઈ હતી. જેમાં અકતેશ્વર ગામના રહેવાસી ત્રણ શ્રમિકો દટાયા હતા. દુર્ઘટનાને પગલે સ્થાનિક ફાયર ફાઈટર અને પોલીસની ટીમોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને લગભગ 2 કલાકના બાદ ત્રણેય શ્રમિકોના મૃતદેહો બહાર કાઢ્યા હતા. તો બીજી તરફ, ઘટનાને પગલે સ્થળ પર અકતેશ્વર ગામના લોકો ઉમટી પડ્યા હતા અને કોન્ટ્રાક્ટ સામે ગુનો નોંધી ધરપકડ કરવાની માંગણી કરી હતી.

આ પણ વાંચો: અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ હાઈવે પર કારને નડ્યો અકસ્માત, પતિ-પત્ની સહિત ત્રણના મોત

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વરસાદી માહોલ વચ્ચે અચાનક ભેખડ ધરાશાઈ થતાં દુર્ઘટના બની હતી. આ મુદ્દે હજુ સુધી સત્તાવાર કોઈપણ જાણકારી મળી નથી. જ્યારે સ્થાનિકોનું કહેવું છે કે, જો વરસાદ બંધ થયા બાદ કામગીરી શરૂ કરી હોત તો આ દુર્ઘટના ઘટી ન હોત. 

મૃતકોના નામ

- રોહિત રણછોડ તડવી (ઉં.વ.45)

- દિપક ભાણાભાઈ તડવી (ઉં.વ.40)

- શૈલેષ કનુ તડવી (ઉં.વ.37)

Tags :