અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ હાઈવે પર કારને નડ્યો અકસ્માત, પતિ-પત્ની સહિત ત્રણના મોત

Accident On Ahmedabad-Bhavnagar Express Highway : અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ હાઈવે પર કારને અકસ્માત નડ્યો હતો. ગંભીર અકસ્માતની ઘટનામાં પતિ-પત્ની સહિત ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કાર અકસ્માતમાં ત્રણના મોત
મળતી માહિતી મુજબ, અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ હાઈવે પર કાર ચાલક પૂર ઝડપે ભાવનગર જઈ રહ્યા હતા, ત્યારે વેજળકા નજીક કાર સિમેન્ટ બેરિકેટ સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં દંપતી સહિત ત્રણ લોકો મોત થયા હતા.
કારમાં સવાર પરિવાર સુરતથી ભાવનગર તરફ જઈ રહ્યો હતો, ત્યારે અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મૃતકના નામ
- અદિતિ કૃણાલભાઈ જાની (ઉં.વ.17)
- કોમલબેન કલ્પેશભાઈ પટેલ (ઉં.વ.42)
- કલ્પેશભાઈ મોહનભાઈ પટેલ (ઉં.વ.45)

