અમરેલીમાં ખાનગી બસ પલટી જતા 3ને ઈજા, કુકાવાવથી સુરત જતી વખતે બની દુર્ઘટના

Amreli News : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદી માહોલ છે. આજે 31 ઓક્ટોબરે અમરેલીના રાજુલા, જાફરાબાદ સહિત અનેક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદ ખાબક્યો છે. તેવામાં અમરેલીના ચિતલ નજીક ખાનગી બસ પલટી હોવાનું સામે આવ્યું છે.
અમરેલીમાં ભારે વરસાદી માહોલ વચ્ચે આજે શુક્રવારે મોડી રાત્રે સુરત જતી ખાનગી બસ પલટી જતાં દુર્ઘટના સર્જાઈ હતી. કુકાવાવથી સુરત જતી ખાનગી બસ પલટી જતાં સ્થાનિકો દોડી આવ્યા હતા.
અકસ્માતની ઘટનામાં 3 જેટલાં મુસાફરોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. ઘટના અંગે જાણ કરતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને ઈજાગ્રસ્ત સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

