Get The App

જામનગરના ધ્રોલમાં કરુણાંતિકા, રમતા-રમતા પાણી ભરેલા ખાડામાં પડી જતાં 3 બાળકો ડૂબ્યા

Updated: Jul 28th, 2025

GS TEAM

Google News
Google News
જામનગરના ધ્રોલમાં કરુણાંતિકા, રમતા-રમતા પાણી ભરેલા ખાડામાં પડી જતાં 3 બાળકો ડૂબ્યા 1 - image


Jamnagar News : ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ ખાબક્યો છે, ત્યારે નદી-નાળા છલકાયા છે, ત્યારે જામનગરના ધ્રોલમાં 3 બાળકો રમત-રમતમાં પાણી ભરેલા ઊંડા ખાડામાં પડી ગયા હોવાની ઘટના સામે આવી છે. ખાડામાં ડૂબવાથી બાળકોના મોત નીપજ્યા હતા. 

3 બાળકોના ડૂબવાથી મોત

મળતી માહિતી મુજબ, જામનગરના ધ્રોલ તાલુકાના વાંકીયા ગામ ખાતે ખેત મજૂરની 2 દીકરી અને 1 દીકરો રમતા-રમતા પાણીના ખાડામાં પડી જવાથી ડૂબ્યા હતા. આ દુર્ઘટનામાં ત્રણેય બાળકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. મૃતક બાળકોના મૃતદેહને ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં દેશનું સૌથી મોટું સાયબર ફ્રોડ! ગાંધીનગરની મહિલા ડૉક્ટરને ડિજિટલ અરેસ્ટ કરી 19 કરોડ પડાવ્યા

એક જ પરિવારના ત્રણ બાળકોના મોતથી પરિવારમાં શોકમાં ગરકાવ થયો. મૃતકમાં વિશાલ, ટીનુબહેન અને શકીના નામ હોવાનું સામે આવ્યું છે. ત્રણેય બાળકો ઘરની નજીક રમી રહ્યા હતા. આ દરમિયાન પાણીના ખાડામાં પડી જતાં દુર્ઘટના સર્જાઈ હતી. 

Tags :