Get The App

પાસા હેઠળ 3 આરોપીને કચ્છની પાલારા અને સુરતની લાજપોર જેલમાં ધકેલાયા

Updated: Dec 26th, 2025

GS TEAM

Google News
Google News
પાસા હેઠળ 3 આરોપીને કચ્છની પાલારા અને સુરતની લાજપોર જેલમાં ધકેલાયા 1 - image

પશુ પ્રત્યે ક્રૂરતાના ગુનામાં પકડાયા હતા

2020 અને 2025માં પકડાયેલા આરોપી વિરુદ્ધ પાસા પ્રપોઝલ કરી જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલ્યું હતું

આણંદ: બોરસદ રૂરલ પોલીસે ગુનાહિત ઈતિહાસ ધરાવતા પશુઓ પ્રત્યે ક્રૂરતા અધિનિયમ-૧૯૬૦ના ત્રણ આરોપીઓની પાસા એક્ટ હેઠળ અટકાયત કરી બેને કચ્છની પાલારા જેલ અને એકને સુરતની લાજપોલ જેલ ખાતે ધકેલ્યા છે. 

પેટલાદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક, આણંદના નાયબ પોલીસ અધિક્ષક અને બોરસદ રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા પશુ પ્રત્યે ક્રૂરતા અધિનિયમ - ૧૯૬૦ અંતર્ગત ૨૦૨૦ અને ૨૦૨૫ના ગુનાઓમાં પકડાયેલા આરોપીઓ વિરૂદ્ધ પાસા પ્રપોઝલ તૈયાર કરી આણંદ જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલવામાં આવી હતી અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરી જેલ હવાલે કરવા હુકમ કરવામાં આવ્યો હતો. જે બાદ આરોપી (૧) ઈરફાનઅલી બક્સુલઅલી એહમદઅલી સૈયદ (રહે. નાપા, તળપદ, તા. બોરસદ, જિ. આણંદ) અને (૨) શકીલભાઈ ઉર્ફે ખાટકી ઈશાકભાઈ કુરેશી (રહે. નાપા, તળપદ, એકતાનગર, તા. બોરસદ, જિ. આણંદ)ની પાસા હેઠળ અટકાટ કરી પાલારા ખાસ જેલ ભુજ-કચ્છ ખાતે અને (૩) તૌફિક શકીલભાઈ ઉર્ફે ખાટકી ઈશાકભાઈ કુરેશી (રહે. નાપા,તળપદ, એકતાનગર, તા. બોરસદ, જિ. આણંદ)ને લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે મોકલી આપવામાં આવ્યા છે.