યુ.કે.ના વર્ક પરમિટ વિઝાના બહાને દંપતી પાસેથી ૨૮ લાખ પડાવી લીધા
ખેતીની જમીન ગીરવે મૂકીને કન્સલન્ટન્ટને રૃપિયા ચૂકવ્યા હતા : ખોટો એપોઇન્ટમેન્ટ લેટર આપ્યો હતો
વડોદરા,યુ.કે.ના વર્ક પરમિટ વિઝા અપાવવાનું જણાવીને દંપતી પાસેથી ૨૮ લાખ પડાવી લેનાર ભેજાબાજ સામે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
માંજલપુર અતિથિગૃહની પાછળ ઘનશ્યામ નગરમાં રહેતા અને ખેતી કામ કરતા શુભમકુમાર હરેશકુમાર પટેલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, વર્ષ - ૨૦૨૩ માં મારી પત્ની માર્ગીને યુ.કે. જવાનું હોઇ અમારે વર્ક પરમિટ કઢાવવાની હતી. જેથી,મેરાકી કન્સલ્ટન્ટના સંચાલક વિજય હીરાભાઇ ભરવાડ ( પેડા માઉન્ટ લીલેરીયા અનુગ્રહ હોસ્પિટલની સામે, તુલસીધામ ચાર રસ્તા, માંજલપુર) ની સાથે વાતચીત થઇ હતી. તેઓએ કહ્યું હતું કે, વર્ક પરમિટ નહીં થાય પરંતુ, સ્ટુડન્ટ વિઝા પર મોકલી આપીશ. અમે ઘણા લોકોને સ્ટુડન્ટ વિઝા પર મોકલ્યા છે.તેની માટે ૨૫ લાખ ફી થશે. પરંતુ, સ્ટુડન્ટ વિઝાનું થયું નહતું. થોડા સમય પછી તેઓએ એવું કહ્યું કે, નવી સ્કીમ આવી છે. ૨૮ લાખમાં તમારૃં વર્ક પરમિટનું કામ કરી આપીશ. અમારી ખેતીની જમીન ગીરવે મૂકીને ૧૫ લાખ વિજય ભરવાડે મોકલેલા વ્યક્તિને આપ્યા હતા. તેનો વીડિયો મારા મોબાઇલમાં છે. બીજા દિવસે ૧૩ લાખ મેરાકી વિઝા કન્સલટન્સીના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. વિજયભાઇએ એવું કહ્યું હતું કે, પહેલા તમારી પત્નીના વિઝા આવશે. પછી તમારા વિઝા આવશે. તેઓએ અમદાવદની હોસ્પિટલમાં અમારૃં મેડિકલ ચેક અપ કરાવ્યું હતું. અઢી વર્ષ સુધી વિઝા આવ્યા નહતા. મેં રૃપિયા પરત માંગતા તેમણે મને ૨૩ લાખનો ચ ેક આપ્યો હતો. તેઓએ મને ખોટો એપોઇન્ટમે ન્ટ લેટર આપ્યો હતો. તેઓએ વિઝાનું કામ કરી આપ્યું નહતું. તેમજ રૃપિયા પણ પરત કર્યા નહતા.