Get The App

સુરતમાં 25 વર્ષના યુવકે 16 વર્ષીય તરૂણીને ઈન્સ્ટાગ્રામ પર પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી બનાવી

Updated: Jun 6th, 2025

GS TEAM

Google News
Google News
સુરતમાં 25 વર્ષના યુવકે 16 વર્ષીય તરૂણીને ઈન્સ્ટાગ્રામ પર પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી બનાવી 1 - image


Surat News: સુરતના ઉમરવાડા વિસ્તારમાં રહેતી 16 વર્ષીય તરુણી સાથે યુવકે ઈન્સ્ટાગ્રામ મારફતે સંપર્ક કર્યો હતો. ત્યારબાદ યુવકે તેની સાથે મિત્રતા કરીને સોસાયટીની બાજુની ખાડીના રસ્તા પર બોલાવી અવારનવાર શરીર સંબંધ બાંધીને તરૂણીને ગર્ભવતી બનાવી હતી. આ મામલે પોલીસે મૂળ ઉત્તર પ્રદેશના 25 વર્ષીય યુવાન સામે દુષ્કર્મનો ગુનો નોંધી ધરપકડ કરી છે. 

જાણો શું છે મામલો

મળતી માહિતી અનુસાર, સુરતના ઉમરવાડા વિસ્તારમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના પરિવારની 16 વર્ષીય તરૂણીની તબીયત બગડતા તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં પ્રાથમિક સારવાર કરાવ્યા બાદ બીજા દિવસે તેને સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તેને ચાર માસનો ગર્ભ હોવાનો ધટસ્ફોટ થયો હતો. પરિવારજનોએ તરૂણીને પૂછતાં તેણે જણાવ્યું હતું કે, તે હમવતની અને મહોક્ષામાં રહેતા 25 વર્ષીય પંકજકુમાર સરોજ સાથે આઠ મહિના પહેલા ઈન્સ્ટાગ્રામ મારફતે સંપર્કમાં આવી હતી અને બંને મિત્ર બન્યા હતા. તેઓ ત્યાર બાદ ઈન્સ્ટાગ્રામ પર અને બાદમાં ફોનમાં વાત કરતા હતા. 

આ પણ વાંચો: શિક્ષણ સહાયક ભરતી 2024 : ઉમેદવારો 9 જૂન સુધીમાં ઓનલાઇન પુન:શાળા પસંદગી કરી શકશે

પંકજ તરુણીને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કરી સોસાયટીની બાજુમાં આવેલા ખાડીવાળા રસ્તે સાંજના સમયે બોલાવતો અને અવારનવાર શરીર સંબંધ બાંધતો હતો. આથી તેને ગર્ભ રહ્યો હતો. તરૂણીની કેફિયતના આધારે તેના પરિજને પંકજ સામે પુણા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે યુવકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. 

સુરતમાં 25 વર્ષના યુવકે 16 વર્ષીય તરૂણીને ઈન્સ્ટાગ્રામ પર પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી બનાવી 2 - image



Tags :