Baroda

તાંદલજામાં તાજિયાના જુલુસ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ, પોલીસ સ્ટેશનને ઘેરાવ કર્યો

By GS Team
27 Jun 20261 min read
TukuTouch Logo
વડોદરામાં તાજીયા વિસર્જન દરમિયાન તાંદલજા વિસ્તારમાં પોલીસ અને યુવકો વચ્ચે ઘર્ષણ થયું. યુવકોના આક્ષેપ મુજબ, બેસિલ સ્કૂલ પાસે પોલીસે ડીજે બંધ કરાવી અસભ્ય વર્તન કર્યું અને પોલીસ સ્ટેશન લઈ જઈ માર માર્યો. તાજીયાને પણ નુકસાન પહોંચાડ્યું. આથી 3 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાની માંગ સાથે હજારો લોકોએ જે.પી. રોડ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો. ઉચ્ચ અધિકારીઓએ દરમિયાનગીરી કરી સ્થિતિ થાળે પાડી.

Summarized by AI; it may make mistakes. Check important info

તાંદલજામાં તાજિયાના જુલુસ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ, પોલીસ સ્ટેશનને ઘેરાવ કર્યો

Vadodara Tajiya Clash : વડોદરામાં ગઈકાલે તમામ વિસ્તારોમાં શાંતિપૂર્વક તાજીયા ઠંડા કરવામાં આવ્યા હતા ત્યારે તાંદલજા વિસ્તારમાં પોલીસ અને જુલુસ સાથે નીકળેલા યુવકો વચ્ચે ઘર્ષણનો બનાવ બનતા ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા.
તાજીયા ઠંડા કરવા નીકળેલા યુવકોએ આક્ષેપ કર્યો હતો કે, અમે બેસિલ સ્કૂલ પાસેથી પસાર થતા હતા ત્યારે પોલીસ દ્વારા આગળ વધવા માટે દબાણ કરવામાં આવતું હતું. અમે તાજીયા આગળ લઈ જતા હતા ત્યારે સિવિલ ડ્રેસમાં આવેલા ત્રણ પોલીસવાળાએ ડીજે બંધ કરાવી દઈશું એમ કહી અસભ્ય વર્તન કર્યું હતું.
યુવકો એવો આક્ષેપ કર્યો છે કે પોલીસ દ્વારા અમને પોલીસ સ્ટેશનને લઈ જઈ માર મારવામાં આવ્યો હતો તેમ જ તાજીયાને પણ નુકસાન કરવામાં આવ્યું હતું. જેથી ત્રણ પોલીસ જવાનો સામે ફરિયાદ નોંધવા અને સસ્પેન્ડ કરવા માંગણી કરી હતી.
આ દરમિયાન જે.પી રોડ પોલીસ સ્ટેશન ખાતે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ઘેરાવ કરી સૂત્રોચાર કર્યા હતા. બનાવના સ્થળે નાયબ પોલીસ કમિશનર તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ આવી જતા તેમણે સ્થિતિ થાળે પાડી હતી.