Gujarat

રાજકોટમાં 22 વર્ષીય યુવકનું ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેકથી મોત, અચાનક મેદાનમાં જ ઢળી પડ્યો

By GS TEAM
11 Aug 20252 mins read
TukuTouch Logo
ગુજરાતમાં જીવનશૈલી અને ખાવાની ખરાબ આદતોને કારણે હવે વૃદ્ધોની સાથે યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યુ છે. ત્યારે રાજકોટના વિમલનગર વિસ્તારમાં રહેતા 22 વર્ષીય સાત્વિક સોલંકીનું ક્રિકેટ રમતી વખતે હાર્ટ અટેક આવતા નું મોત થયું છે. એકના એક પુત્રનું મોત થતા પરિવારમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટમાં 22 વર્ષીય યુવકનું ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેકથી મોત, અચાનક મેદાનમાં જ ઢળી પડ્યો

Death Due To Heart Attack In Rajkot: ગુજરાતમાં જીવનશૈલી અને ખાવાની ખરાબ આદતોને કારણે હવે વૃદ્ધોની સાથે યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યુ છે. ત્યારે રાજકોટના વિમલનગર વિસ્તારમાં રહેતા 22 વર્ષીય સાત્વિક સોલંકીનું ક્રિકેટ રમતી વખતે હાર્ટ અટેક આવતા નું મોત થયું છે. એકના એક પુત્રનું મોત થતા પરિવારમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ હતી.

મૃતક સરકારી નોકરીની તૈયારી કરતો હતો 

મળતી માહિતી અનુસાર, રાજકોટની સમરસ હોસ્ટેલ નજીક મેદાનમાં રવિવારે (10મી ઓગસ્ટ) ક્રિકેટ રમી રહેલા સાત્વિક સોલંકી અચાનક ઢળી પડ્યો હતો. મેદાનામાં હાજર મિત્રોએ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ ડોક્ટરોએ સાત્વિક સોલંકી મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક તપાસમાં તેને હાર્ટ એટેક આવ્યો હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ પરિવારને રાજકોટ દોડી આવ્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદમાં BRTS કોરિડોરમાં કાર-ટુ વ્હીલર વચ્ચે ભયંકર ટક્કર, બે યુવાનના કમકમાટીભર્યા મોત

મૃતક સાત્વિક સોલંકી જૂનાગઢના અકાળા ગીર ગામનો વતની હતો અને રાજકોટમાં રૂમ ભાડે રાખીને સરકારી નોકરીની તૈયારી કરતો હતો. નોંધનીય છે કે, સાત્વિક પરિવારના એકમાત્ર પુત્ર હતો, જેના કારણે આ ઘટનાથી પરિવાર ઊંડા આઘાતમાં છે.

હાર્ટ એટેકથી બચવા શું કરવું જોઈએ

હેલ્થ એક્સપર્ટના મતે કસરત, ડાયટ, ઊંઘનો અભાવ, સ્ટ્રેસ, બ્લડ પ્રેશર, શુગર પણ હૃદય પર અસર કરે છે. આવી સ્થિતિમાં નિયમિત કસરત કરવા સિવાય જો તમે પૂરતી ઊંઘ, બ્લડ પ્રેશર, શુગર, સ્ટ્રેસ અને ડાયટ પ્રત્યે બેદરકારી દાખવશો, તો પણ હાર્ટ એટેકનો ખતરો રહે છે. તેથી આ બધી બાબતો પર ધ્યાન આપી હૃદયને સ્વસ્થ રાખી શકાય છે.