Gujarat

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 209 તાલુકામાં મેઘમહેર, તાપીના ડોલવણમાં 6 ઈંચ, આજે આ જિલ્લામાં એલર્ટ

By GS TEAM
7 Jul 20251 min read
TukuTouch Logo
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં 209 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાપીના ડોલવણમાં 6.18 ઈંચ વરસાદ વરસ્યો છે. ભૂજમાં 5.0 ઈંચ, સુબિરમાં 5.28 ઈંચ, બારડોલીમાં 4.92 ઈંચ, પલાસણામાં 4.45 ઈંચ, નખત્રાણામાં 4.4 ઈંચ, વલ્લભીપુરમાં 4.21 ઈંચ, વ્યારામાં 3.90 ઈંચ, વાંસદામાં 3.54 ઈંચ અને બાલાસિનોરમાં 3.43 ઈંચ વરસાદ નોંધાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 209 તાલુકામાં મેઘમહેર, તાપીના ડોલવણમાં 6 ઈંચ, આજે આ જિલ્લામાં એલર્ટ

Rain Forecast for Gujarat: ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં 209 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાપીના ડોલવણમાં 6.18 ઈંચ વરસાદ વરસ્યો છે. ભૂજમાં 5.0 ઈંચ, સુબિરમાં 5.28 ઈંચ, બારડોલીમાં 4.92 ઈંચ, પલાસણામાં 4.45 ઈંચ, નખત્રાણામાં 4.4 ઈંચ, વલ્લભીપુરમાં 4.21 ઈંચ, વ્યારામાં 3.90 ઈંચ, વાંસદામાં 3.54 ઈંચ અને બાલાસિનોરમાં 3.43 ઈંચ વરસાદ નોંધાયો છે. 



હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, સોમવારે (સાતમી જુલાઈ) નવસારી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર, પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિથી નવસારી તંત્ર ઍલર્ટ, 1000થી વધુ લોકોનું સ્થળાંતર

આઠમી અને નવમી જુલાઈની આગાહી

આગામી આઠમી અને નવીમી જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર દેખાશે. જેમાં દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

10મી અને 11મી જુલાઈની આગાહી

10મી અને 11મી જુલાઈના રોજ ઉત્તર અને દક્ષિણ ગુજરાતના 10 થી વધુ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.