પાંદરી ગામની સીમમાંથી 200 લીટર દારૃનો આથો ઝડપાયો
લીંબડી - પાંદરી ગામની ઉગમણી સીમ તરીકે ઓળખતાં વિસ્તારમાં બાવળની ઝાડીમાં આશાબેન સોમાભાઈ (રહે.લીંબડી) દેશી દારૃ બનાવાનો આથો રાખીને દેશી દારૃની ભઠ્ઠીઓ ચલાવી રહ્યો છે. તેવી બાતમીના આધારે લીંબડી પોલીસે દરોડો પાડીને ૨૦૦ લીટર દેશી દારૃ બનાવાનો આથો (કિં.રૃ.૫,૦૦૦)નો મુદામાલ કબજે કર્યો હતો. જ્યારે દરોડા દરમિયાન આશાબેન હાજર નહીં મળી આવતાં પોલીસે તેમના વિરૃદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.