ગીર સોમનાથના ઉનામાં 10 ફૂટ ઊંચી દિવાલ તૂટી પડવાની ઘટના, 2 શ્રમિકોના કરૂણ મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gir Somnath News : ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં લાઇબ્રેરી ચોક નજીક દીવાલ તૂટી પડવાની ઘટના બની છે. જેમાં 2 શ્રમિકોના કરૂણ મોત થયા છે. મળતી માહિતી અનુસાર, દુકાનનું બાંધકામ કરતી વખતે 10 ફૂટ ઊંચી દીવાલ અચાનક ધરાશાયી થઈ હતી. જેમાં દબાઈ જવાથી 2 શ્રમિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
દિવાલ તૂટી પડતાં 2 શ્રમિકોના કરૂણ મોત
મળતી માહિતી મુજબ, ગીર-સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં બાંધકામ સમયે દીવાલ ધરાશાય થતાં ચણતરનું કામ કરી રહેલા બે વ્યક્તિ દટાયા હતા. જેમાં ઈરફાને હાજી મન્સુરી(ઉં.વ.35) અને મુસ્તાક અબ્દુલ કરીમ(ઉં.વ.40)નું મોત નીપજ્યું હતું. બંને મૂળ અમરેલીના જાફરાબાદના વતની હોવાનું જણાય છે.
સમગ્ર ઘટનાને પગલે પોલીસ અને તંત્ર ઘટનાસ્થળે પહોંચ્યું હતું. બંને મૃતકોના મૃતદેહને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.








