Get The App

ગીરનામાં 2 ઇંચ, સાવખેડા અને ચીખલધરામાં 1.5 ઇંચ વરસાદ

મોડી સાંજે ઉકાઇ ડેમમાં 30,000 કયુસેક ઇનફલો

Updated: Jul 25th, 2020

GS TEAM

Google News
Google News

સુરત,તા.25 જુલાઇ, 2020, શનિવાર

ઉકાઇ ડેમના કેચમેન્ટમાં વિતેલા 24 કલાકમાં 182  મિ.મિ વરસાદ વરસવાની સાથે જ હથનુર ડેમમાંથી 16,000 કયુસેક પાણી છોડાતા ઉકાઇ ડેમમાં દિવસના ધીમીધારે પાણીની આવક શરૃ થયા બાદ મોડી સાંજે વધીને 30,000 કયુસેક ઇનફલો આવ્યો હતો.

ઉકાઇ ડેમના ઉપરવાસમાં વિતેલા 24 કલાકમાં ગીરનામાં 2 ઇંચ, સાવખેડા અને ચીખલધરામાં 1.5 ઇંચ, લખપુરીમાં 1 ઇંચ, સરનખેડામાં પોણો ઇંચ સહિત કુલ 182 મિ.મિ વરસાદ વરસ્યો હતો. આ વરસાદની સાથે જ હથનુર ડેમમાંથી પણ પાણી છોડવાનું વધારી દઇને 16,000 કયુસેક કરાયુ હતુ. ઉકાઇ ડેમમાં આજે દિવસના 6000 કયુસેક સુધીનો ઇનફલો આવ્યો હતો. પરંતુ મોડી સાંજે વરસાદ અને હથનુર ડેમનું પાણી ભેગુ થઇને ૩૦,૦૦૦ કયુસેક ઇનફલો આવ્યો હતો. આ ઇનફલોની સામે એક હાઇડ્રો ચાલુ રાખીને 6,000 કયુસેક પાણી છોડાઇ રહ્યુ હતુ. આ સાથે જ  ઉકાઇ ડેમની સપાટીમાં વધારો થઇને 323.76 ફૂટ નોંધાઇ હતી. ઉકાઇ ડેમનું રૃલલેવલ 333 ફૂટ અને ભયજનક સપાટી 345 ફૂટ છે.

Tags :