Get The App

ગુજરાતના 194 માછીમારો 5 વર્ષથી પાકિસ્તાની જેલોમાં સબડે છે, સરકારનું ઉદાસિન વલણ

Updated: Sep 14th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતના 194 માછીમારો 5 વર્ષથી પાકિસ્તાની જેલોમાં સબડે છે, સરકારનું ઉદાસિન વલણ 1 - image


Gujarat Fisherman: ગુજરાતના 194 માછીમારો પાંચ વર્ષથી પાક્સ્તિાની જેલમાં સબડી રહ્યાં છે. ખુદ મત્સ્ય ઉદ્યોગ મંત્રીએ આ વિશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટલને રજૂઆત કરી છે. મંત્રી પરષોત્તમ સોલંકીએ પ્રશ્ન રજૂ કરી સરકાર માછીમારો પ્રત્યે કેટલી ઉદાસિન છે તે વાત ઉજાગર કરી છે. 

આ પણ વાંચોઃ ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ટ્રક અને આઈસર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનુ મોત

મંત્રી પરષોત્તમ રૂપાલાની રજૂઆત

મંત્રીમંડળના વિસ્તરણની રાજકીય અફવાને પગલે મંત્રી પુરષોતમ સોલંકી સક્રિય થયાં છે તેવી ચર્ચા છે. એટલું જ નહીં, ઘણાં વખતથી પરષોત્તમ સોલંકી સચિવાલય કે વિધાનસભા સત્રમાં પણ ડોકાતા નથી. હવે તેમને માછીમારોની યાદ આવી છે. મંત્રી પરષોત્તમ સોલંકી મુખ્યમંત્રીને મળવા ગાંધીનગર દોડી આવ્યાં હતાં.  તેમણે એવી રજૂઆત કરી કે, 194 માછીમારો પાંચ વર્ષથી વધુ સમયથી પાકિસ્તાનની જેલમાં સબડી રહ્યાં છે. આ ઉપરાંત 1173 બોટ પણ પાકિસ્તાનના કબજા હેઠળ છે. તેથી તેમણે માછીમારો અને બોટ છોડાવવા વિશે વાત કરી હતી.

માછીમારોને સલાહ

પાંચ વર્ષથી વધુ સમય વિત્યો છતાં રાજ્ય સરકાર માછીમારોને છોડાવી શકી નથી. હવે મત્સ્ય ઉદ્યોગ મંત્રીને ખાતરી અપાવી છે કે, ગુજરાત સરકાર કેન્દ્રીય ગૃહ અને વિદેશ મંત્રાલયના સંપર્કમાં છે. જોકે, માછીમારોને સલાહ આપવામાં આવી છે કે, બોટ પર ફરજિયાત ટ્રાન્સફન્ડર લગાડે જેથી દરિયામાં ભારત-પાકિસ્તાનની દરિયાઈ સરહદનો અંદાજ આવી શકે. 

આ પણ વાંચોઃ ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવામાં ગુજરાત સરકાર નીરસ, આપણું રાજ્ય છેક 16મા સ્થાને

લાખો રૂપિયાના ખર્ચે બનાવાયેલી બોટ પાકિસ્તાન મરીન પકડી લે છે જેથી બોટ માલિકોને આર્થિક નુકશાન વેઠવુ પડે છે. આ મામલે પણ સરકારે મૌન દાખવવાનું પસંદ કર્યુ છે.

Tags :