ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ટ્રક અને આઈસર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનુ મોત
Bhavnagar Road Accident: ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર મોડી રાતે ટ્રક અને આઈસર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ભાદ્રોડ ગામ નજીક બંધ પડેલા ટ્રક પાછળ આઇસર ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં આઈસરના ડ્રાઈવરનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. ક્લીનરને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
પોલીસે મૃતક ડ્રાઈવરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મહુવાની જનરલ હોસ્પિટલમાં ખસેડ્યો છે. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.