આર્થિક સ્થિતિ નબળી હોવાથી અભ્યાસ છોડી હાલ બોર્ડની પરીક્ષા આપનારી સુરત પાલિકાની 171 વિદ્યાર્થીનીઓ પાસ

Gujarat Board Exam : સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના એક આચાર્યએ સ્કૂલ સમય બાદ સંજોગવસાત અભ્યાસ છોડી રહેલી છોકરીઓને બોર્ડ પરીક્ષા માટે તૈયાર કરી વિના મુલ્યે શિક્ષણ આપે છે આ વર્ષે તાલિમ બાદ આ વર્ષે 23 થી 39 વર્ષની ઉમર ધરાવતી અને વર્ષોથી શિક્ષણ છોડી દીધેલી 177 યુવતીઓએ પરીક્ષા આપી હતી જેમા આજે જાહેર થયેલા પરિણામમાં 171 પાસ થઈ છે તેમાં એક વિદ્યાર્થીએ શિક્ષણ છોડ્યાના 9 વર્ષ બાદ પરીક્ષા આપી અને તે એ વન ગ્રેડ લાવી છે.

સુરત પાલિકાની રતની કતારગામની સંત ડોંગરેજી મહારાજના આચાર્ય નરેશ મહેતા છેલ્લા ઘણાં વર્ષોથી સંજોગવસાત અભ્યાસ છોડી દેનાર વિદ્યાર્થીનીઓને ઓનલાઇન શિક્ષણ આપીને બોર્ડની પરીક્ષા આપવા માટે તૈયારી કરાવે છે આ વર્ષે પણ ધોરણ 12ની પરીક્ષા માટે 177 વિદ્યાર્થીનીઓએ પરીક્ષા અપાવી હતી તેમાંથી 171 વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે. અમરોલી વિસ્તારમાં રહેતી અને હાઉસ વાઈફ એવા એકતા દવેએ 19 વર્ષ પહેલા કોઈ સંજોગોના કારણે અભ્યાસ છોડી દીધો હતો. તેમનો દિકરો હાલ ધોરણ 10માં છે પરંતુ તેઓએ ઓનલાઈન તૈયારી કરી હતી અને પરીક્ષા આપી હતી આજે જાહેર થયેલા પરિણામમાં તેના 82 ટકા આવ્યા છે.
ઘરની સ્થિતિ ના કારણે 9 વર્ષ પહેલા અભ્યાસ છોડીને મીનાક્ષી ઘરે જ સાડી પર લેસ લાવવાનું કામ કરીને ઘરમાં આર્થિક ભારણ હળવું કરતી હતી એમણે 9 વર્ષ બાદ ઓનલાઈન તૈયારી કરી અને પરીક્ષા આપી હતી જેમાં તે એ વન ગ્રેડ લાવી છે. આ ઉપરાંત 18 તો સગી બહેનોએ અભ્યાસ છોડ્યાના લાંબા સમય બાદ પરીક્ષા આપી હતી તેઓ પણ પાસ થઈ ગઈ છે. એક પણ રૂપિયા ફી લીધા વિના ગાંઠનું ગોપીચંદ કરીને અભ્યાસ છોડી રહેલી છોકરીઓને બોર્ડ પરીક્ષા માટે તૈયાર કરી વિના મુલ્યે શિક્ષણ આપવામા આવે છે તેમાં પણ મોટી સફળતા મળી રહી છે.

