ગુજરાતમાં કોરોનાના 170 નવા કેસ, એક્ટિવ કેસની સંખ્યા 717ને પાર
Covid Cases In Gujarat : દેશમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. દેશભરમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 4,866ની પાર થઈ ગઈ છે. દેશમાં કોરોનાને કારણે સાત લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે, ત્યારે ગુજરાતમાં આજે શુક્રવારે (6 જૂન) કોરોનાના 170 નવા કેસ નોંધાતા રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 717 પર પહોંચ્યા છે.
કોરોનાના 170 નવા કેસ નોંધાયા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 170 નવા કેસ નોંધાયા છે. જેને લઈને રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 717 પર પહોંચી ગઈ છે. જેમાંથી 23 હૉસ્પિટલમાં દાખલ છે, જ્યારે 694 દર્દી હોમ આઇસોલેશનમાં છે. આ સિવાય 68 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાથી એકપણ મોત થયું નથી.