Get The App

VIDEO: અમરેલીના ખાંભા, ગીર પંથક સહિતના વિસ્તારોમાં વરસાદ, 12 જૂન સુધી સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

Updated: Jun 6th, 2025

GS TEAM


Google News
Google News
VIDEO: અમરેલીના ખાંભા, ગીર પંથક સહિતના વિસ્તારોમાં વરસાદ, 12 જૂન સુધી સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી 1 - image


Amreli News : રાજ્યમાં આગામી 12 જૂન સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છે, ત્યારે અમરેલી ખાંભા ગીર પંથક અને વડીયા સહિતના વિસ્તારોમાં આજે શુક્રવારે (6 જૂન) વરસાદ પડ્યો હતો. અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવતાં વરસાદ વરસ્યો હતો. ગરમીના માહોલ વચ્ચે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.


અમરેલીના અનેક વિસ્તારોમાં વરસાદ

અમરેલીના ખાંભા, ગીર પંથકના ગામડાંઓમાં શુક્રવારે (6 જૂન) ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ખાંભા, ગીરના તાલડા, ખડાધાર, બોરાળા, ચકરાવાપરા સહિત ગામડાંઓમાં સારો એવો વરસાદ વરસ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે, ખાંભા ગીર પંથકમાં ભીમ અગિયારસનું શુકન સાચવતો વરસાદ નોંધાયો છે. 

VIDEO: અમરેલીના ખાંભા, ગીર પંથક સહિતના વિસ્તારોમાં વરસાદ, 12 જૂન સુધી સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી 2 - image

જ્યારે અમરેલીના વડીયા સહિતના ગ્રામ્યમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેથી બપોરના સમય બાદ વરસાદનું આગમન થયું હતું. જેમાં વડીયાના તોરી, રામપુર, હનુમાન ખીજડિયા સહિતના સ્થળોએ વરસાદી માહોલ છવાયો હતો. 

આ પણ વાંચો: દ્વારકામાં ગોમતી નદીમાં નહાવા પર પ્રતિબંધ, અવાર-નવાર યાત્રિકોની ડૂબવાની ઘટનાને લઈને કલેક્ટરનું ફરમાન

અમરેલીના ધારી પંથકમાં દલખાણીયા, ગીગાસણ બોરડી સહિતના ગામોમાં પવન સાથે વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદને પગલે ઠેર-ઠેર વરસાદી પાણી જોવા મળ્યા હતા. જેમાં બોરડી ગામમાં મુશળધાર વરસાદના દૃશ્યો કેમેરામાં કેદ થયા હતા. જ્યારે ખેતરોમાં પાણી ભરાયા હતા અને નાળા છલકાયા હતા. 

VIDEO: અમરેલીના ખાંભા, ગીર પંથક સહિતના વિસ્તારોમાં વરસાદ, 12 જૂન સુધી સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી 3 - image

વડીયા શહેરમાં ધોધમાર વરસાદ

વડીયા શહેરમાં ધોધમાર વરસાદને પગલે રોડ રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. વડીયાના pgvcl રોડ પર ઘૂંટણસમાં વરસાદી પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા. જેમાં Pgvcl રોડ અને પોસ્ટ ઓફીસ કચેરી નજીક રસ્તા પર નદીની માફક પાણી વહેતું જોવા મળ્યું હતું. 

VIDEO: અમરેલીના ખાંભા, ગીર પંથક સહિતના વિસ્તારોમાં વરસાદ, 12 જૂન સુધી સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી 4 - image

હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં આગામી 6 દિવસ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 11થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જેમાં આવતીકાલે શનિવારે (7 જૂન) રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 

VIDEO: અમરેલીના ખાંભા, ગીર પંથક સહિતના વિસ્તારોમાં વરસાદ, 12 જૂન સુધી સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી 5 - image

8 થી 12 જૂનની આગાહી

8 જૂનના રોજ રાજ્યના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરુચ, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને 9થી 12 જૂન દરમિયાન અમરેલી, ભાવનગર, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 

Tags :