દ્વારકાના ભોગાત ગામ નજીક બિલ્ડિંગની ચોતરફ પાણી જ પાણી... 17 જણા ફસાયા, બોટમાં કરાયું રેસ્ક્યૂ
Dwarka News : રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે, ત્યારે ભોગાત ગામ પાસે એક બિલ્ડિંગમાં ચારેય બાજુ પાણી-પાણીના દ્રશ્યો જોવા મળ્યા છે.
આ પણ વાંચો: મેઘરાજા ગુજરાતમાં છ દિવસ બોલાવશે ધબડાટી, કાલે રાજ્યના 31 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે બાળકો સહિત 17 જેટલાં લોકો વરસાદી પાણીમાં ફસાયા હોવાની જાણ થતાંની સાથે ખંભાળિયા ફાયર સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તંત્ર દ્વારા તમામ લોકોને બોટમાં બેસાડીને રેસ્ક્યુ કરીને સલામત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યા હતા.