Get The App

જામનગર નજીક અલીયા ગામમાં રહેતા 16 વર્ષના તરુણનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપાઘાત

Updated: Feb 17th, 2026

GS TEAM

Google News
Google News
જામનગર નજીક અલીયા ગામમાં રહેતા 16 વર્ષના તરુણનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપાઘાત 1 - image

Jamngaar : જામનગર નજીક અલિયા ગામમાં રહેતા શ્રમિક પરિવારના તરૂણે રહસ્યમય સંજોગોમાં બાવળના ઝાડની ડાળીમાં લટકી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

 આ બનાવની વિગત એવી છે કે મૂળ દાહોદના વતની અને હાલ અલીયા ગામ નજીક ઝૂંપડામાં રહેતા રાજુભાઈ કલીયાભાઈ મંડોળ નામના આદિવાસી પરિવારના 16 વર્ષના પુત્ર નરેશ રાજુભાઈએ ગઈકાલે પોતાના ઝુપડાની નજીક બાવળના ઝાડની ડાળીમાં લટકી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. 

આ બનાવ અંગે મૃતકના પિતા રાજુભાઈ કલીયાભાઈએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.