ગુજરાતમાં 15મી વિધાનસભાનું સત્ર 23મી ફેબ્રુઆરીથી શરૂ થશે, 24મીએ બજેટ રજૂ કરાશે

સરકારી કામકાજ માટેની ચર્ચા માટે પાંચ બેઠકો રાખવામાં આવી

વિધાનસભા સત્રમાં પ્રથમ એક કલાક દરરોજ પ્રશ્નોત્તરી માટેનો રહેશે

Updated: Jan 24th, 2023ગાંધીનગર, 24 જાન્યુઆરી 2023 ગાંધીનગર

ગુજરાતમાં 15મી વિધાનસભાનું સત્ર 23 ફેબ્રુઆરીથી શરૂ થશે. 25 દિવસ ચાલનારા આ સત્રમાં સરકાર બજેટ રજૂ કરશે. સરકારી વિધેયકો અને અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા અને માંગણીઓ પર પણ વિધાનસભા ગૃહમાં ચર્ચા થશે. બંધારણના અનુચ્છેદ 176(1) મુજબ આ વર્ષનું આ પહેલું સત્ર છે. જેથી તારીખ 23 ફેબ્રુઆરીના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભા ગૃહને સંબોધન કરશે. જે બાદ વિધાનસભા ગૃહમાં રાજ્યપાલના સંબોધનને લઈ આભાર પ્રસ્તાવ રજૂ થશે.

બજેટ 24 ફેબ્રુઆરીના રોજ રજુ કરવામાં આવશે
વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ વિગતો આપતા જણાવ્યું હતું કે વર્ષ 2023-24નું બજેટ 24 ફેબ્રુઆરીના રોજ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે. આ સત્ર બજેટનું સત્ર હોવાથી બજેટ પર સામાન્ય ચર્ચા અને માંગણી ઉપર ચર્ચા તેમજ મતદાન માટે બેઠકો થશે. વિધાનસભા ગૃહમાં રજૂ  કરવામાં આવેલા બજેટ પર 16 બેઠકમાં ચર્ચા થશે. 

વિધાનસભા સત્ર દરમ્યાન કામકાજના 25 દિવસ રહેશે
સત્ર દરમિયાન સરકારી વિધેયકો તેમજ સરકારી કામકાજ માટેની ચર્ચા માટે પાંચ બેઠકો રાખવામાં આવી છે. જે અંતર્ગત સરકારી વિધેયકો તેમજ સરકારી કામકાજના પ્રશ્નોની ચર્ચા થશે. વિધાનસભા સત્રમાં પ્રથમ એક કલાક દરરોજ પ્રશ્નોત્તરી માટેનો રહેશે. જ્યારે વિધાનસભા સત્ર દરમ્યાન કામકાજના 25 દિવસ રહેશે.


    Sports

    RECENT NEWS