Gujarat

ગુજરાતના 6 જિલ્લામાં આજે અતિ ભારે વરસાદનું રેડ ઍલર્ટ, છેલ્લા 24 કલાકમાં 155 તાલુકા ભીંજાયા

By GS TEAM
28 Jun 20252 mins read
TukuTouch Logo
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 155 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જેમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 2.8 ઇંચ, કચ્છના માંડવીમાં 2.3 ઇંચ, વલસાડના પારડીમાં 1.7 ઇંચ અને કચ્છના નખત્રાણામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે શનિવારે (28મી જૂન) 6 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ ઍલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને કચ્છનો સમાવેશ થાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતના 6 જિલ્લામાં આજે અતિ ભારે વરસાદનું રેડ ઍલર્ટ, છેલ્લા 24 કલાકમાં 155 તાલુકા ભીંજાયા

Rain in Gujarat: ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 155 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જેમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 2.8 ઇંચ, કચ્છના માંડવીમાં 2.3 ઇંચ, વલસાડના પારડીમાં 1.7 ઇંચ અને કચ્છના નખત્રાણામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે શનિવારે (28મી જૂન) 6 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ ઍલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને કચ્છનો સમાવેશ થાય છે.









હવામાન વિભાગની આગાહી

આગામી 29-30 જૂનના રોજ કચ્છ, અમરેલી, ગીર સોમનાથ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, છોટા ઉદેપુર, નર્મદા, જૂનાગઢ, પોરબંદર જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદનું ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

પહેલી જુલાઈની આગાહી

પહેલી જુલાઈના રોજ નવસારી, વલસાડમાં ઑરેન્જ ઍલર્ટ અને અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરાયું છે. 

આ પણ વાંચો: VIDEO: ટોયલેટમાં બેઠા-બેઠા ગુજરાત હાઈકોર્ટની લાઈવ સુનાવણીમાં હાજર થયો યુવક, સોશિયલ મીડિયા પર વાઈરલ થયો વીડિયો


બીજી જુલાઈની આગાહી

આગામી બીજી જુલાઈથી રાજ્યભરમાં વરસાદનું જોર વધતું જોવા મળશે. 2 જુલાઈએ 20 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર જિલ્લામાં અતિભારે વરસાદનું ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદનું હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યુંં છે. 

ત્રીજી જુલાઈની આગાહી

ત્રીજી જુલાઈના રોજ ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, મહેસાણા, પાટણ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, બોટાદ, ભાવનગર, અમરેલી જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.