કોરોનામાં વધુ 15ના મોત : નવા 234 દર્દીઓ દાખલ, 245ને રજા અપાઇ
મૃત્યુઆંક 416, કુલ કેસ 9701 અને કુલ 6115 દર્દી સાજા થયા છેઃ કતારગામમાં 31, વરાછાના બે ઝોનમાં 40 કેસ
સુરત સિટીમાં કોરોના કેસનો આંક 8000ને પાર
સુરતતા.17.જુલાઇ.2020 શુક્રવાર
સુરત શહેરમાં કોરોનામંા શુક્રવારે એક સાથે 177 અને સુરત જીલ્લામાં 57 મળી કુલ 234દર્દીઓ ઝપેટમાં આવ્યા હતા. જયારે સુરત સિટીમાં 12 દર્દી અને સુરત જીલ્લામાં ત્રણના સારવાર દરમિયાન મોત થયા છે. તો શહેરમાંથી વધુ 189 દર્દીઓને
રજા અપાઇ હતી.
આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ મોટાવરાછા ખાતે રહેતા 50 વર્ષીય આધેડને ગત તા.13મીએ,અશ્વની કુમાર રોડ પર રહેતા 60 વર્ષીય વૃધ્ધને ગત તા.12મીએ,સરથાણામાં રહેતા 54 વર્ષીય
પ્રોઢને ગત તા.૩૦મીએ ,રાંદેરમાં રહેતા 77 વર્ષીય વૃધ્ધને ગત તા.8મીએ,મોટા
વરાછામાં રહેતા 70 વર્ષીય વૃધ્ધને ગત તા.૨જીએે,અમરોલીમાં રહેતા 60 વર્ષીય વૃધ્ધાને ગત તા.૪થીએ,અમરોલીમાં રહેતા 65 વર્ષીય વૃધ્ધને ગત તા.10મીએ,કતારગામમાં રહેતા 66
વર્ષીય વૃધ્ધને ગત તા.10મીએ,ડીંડોલીમાં
રહેતા 69 વર્ષીય વૃધ્ધને ગત તા.10મીએ,બમરોલી ખાતે રહેતા 44 વર્ષીય મહિલાને ગત તા.3જીએ,કતારગામમાં રહેતા 70
વર્ષીય વૃધ્ધાને ગત તા.5મીએ અને પરવત પાટીયા ખાતે રહેતા 56 વર્ષીય પ્રોઢને ગત તા.5મીએ વિવિધ હોસ્પિટલમાં દાખલ
કર્યા હતા.જયાં તમામના વારા ફરતી સારવાર દરમિયાન મોત થયા હતા. આ સાથે સુરત
જીલ્લામાં કામરેજના માંકડાખાતે રહેતા 60 વર્ષીય વૃધ્ધ તથા
કામરેજના ખોલવાડમાં રહેતા 45 વર્ષીય આધેડ અને કામરેજના વેલંજામાં રહેતા 50 વર્ષીય મહિલા સારવાર દરમિયાન મોતને ભેટયા હતા.
સુરત સિટીમાં કોરોનામાં આજ ે177 દર્દીઓમાં સૌથી વધુ કતારગામના 31, વરાછા એ 24,
વરાછા બી16, સેન્ટ્રલમાં 27 રાંદેર 28, લિંબાયતમાં 18, ઉધનામાં
13 અને અઠવાના 20 દર્દીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે. સુરત શહેરમાં આજ દિન સુધીમા
8107 પોઝિટીવ કેસમાં 362 નાં મોત થયા છે.
જયારે સુરત જીલ્લામાં આજ દિન સુધી 1594 પૈકી 54 વ્યકિતનાં મોત થયા હતા. સુરત શહેર- જીલ્લામાં કુલ 9701 કેસમાં 416ના મોત થયા છે. સુરત શહેરમાં આજ રોજ વધુ કોરોના
સંક્રમિત 189 દર્દીઓને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેરમા
કુલ 5248 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે ગ્રામ્યમાં આજે
56 દર્દી સાથે કુલ 867 દર્દીઓને રજા અપાઇ
ચુકી છે. સિટી-ગ્રામ્યમાં કુલ 6115 દર્દી સાજા થયા છે.
સુરત સિવિલમાં અને સ્મીમેરમા કોરોના સંક્રમિતમા ૬૬૦ દર્દીઓ ગંભીર
સુરત શહેરમાં
અત્યાર સુધીમાં કોરોનામા ૩૬૨ વ્યક્તિઓના મોત નિપજ્યા છે. નવી સિવિલ અને કોવિડ
હોસ્પિટલમાં વોર્ડમાં ૬૨૫ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે તે પૈકી ૫૩૦
દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં ૨૧ - વેન્ટિલેટર, ૫૩- બાઈપેપ અને ૪૫૬ દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર
હોસ્પિટલમાં ૧૬૬ કોરોના પોઝિટિવ દર્દીઓ
સારવાર લઇ રહ્યા છે તે પૈકી ૧૫૩- દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં ૬- વેન્ટિલેટર,
૧૬- બાઈપેપ અને ૧૦૮ દર્દીઓ ઓક્સિજન પર છે.
સિવિલના બે ડોકટર અને
નર્સિગ સ્ટાફ, સ્મીમેરની નર્સ,પ્રાઇવેટના
૩ ડોકટર,૩ નર્સિગ સ્ટાફ,ટ્રાફિલ પોલીસ
અને પાલિકાના ચાર કર્મચારી કોરોનાની ઝપેટમાં
કોરોના સંક્રમિતમાં નવી સિવિલ હોસ્પિટલમાં વધુ બે ડોકટર અને
નર્સિગ, સ્મીમેર હોસ્પિટલના એક નર્સિગ સ્ટાફ અને બે
કર્મચારી,૩ પ્રાઇવેટ ડોકટર,ટ્રાફિક
પોલીસ,શાકભાજી વિક્રેતા,ક્રિસ્ટલ
સર્જીકલ દુકાનદાર, પાલિકાના ડોકટર,પાલિકાના
ક્લાર્ક,પાલિકાના ડેપ્યુટી ઓડીટર,પાલિકાના
સિવિલ એન્જીનીયર,પાલિકાના લેબ ટેકનીશીયન,વીજકંપનીના કર્મચારી,ખાનગી હોસ્પિટલના વોચમેન,બહુમાળીના ટાઇપીસ્ટ,ખાનગી હોસ્પિટલના હાઉસ કિપર,
કન્ટ્રકશનના બિઝનેશમેન અને
હીરાના કામ સાથે સંકળાયેલા ૧૦ વ્યકિતઓ તથા કપડના સાથે સંકળાયેલા ૧૬ વ્યકિતઓ
કોરોનાની ઝપેટમાં આવ્યા હતાં.
.