Get The App

પંચાયત વિભાગના 1433 કર્મચારીઓની સ્વ-વિનંતીથી બદલી: ફિમેલ હેલ્થ વર્કર અને તલાટીની બદલી

Updated: Jul 25th, 2025

GS TEAM

Google News
Google News
પંચાયત વિભાગના 1433 કર્મચારીઓની સ્વ-વિનંતીથી બદલી: ફિમેલ હેલ્થ વર્કર અને તલાટીની બદલી 1 - image


Gandhinagar News : પંચાયત સેવા સંવર્ગના સીધી ભ૨તીના 1433 બિન રાજ્યપત્રિત કર્મચારીઓની ઓનલાઈન આંતર જિલ્લા ફેર બદલી કરવાનો હુકમ ગુજરાત સરકારના પંચાયત ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં પંચાયત વિભાગે તમામ કર્મચારીઓની સ્વ-વિનંતીથી બદલી કરવામાં આવી છે. જેમાં લેબોરેટરી ટેકનીશીયન, ગ્રામસેવક, ફિમેલ હેલ્થ વર્કર, લાઇવ સ્ટોક ઇન્સ્પેકટ૨, જુ. ફાર્માસિસ્ટ, પટ્ટાવાળા, લેબોરેટરી ટેકનીશીયન અને તલાટી-કમ મંત્રીની બદલી કરવામાં આવી છે. 

1433 બિન રાજ્યપત્રિત કર્મચારીઓની બદલી 

પંચાયત સેવાના સીધી ભ૨તીના બિન રાજ્યપત્રિત કર્મચારીઓની આંત૨ જિલ્લા ફેરબદલી ઓનલાઈન ક૨વા અગાઉ સચિવાલય દ્વારા સામાન્ય સૂચનાઓ બહાર પાડવામાં આવી. જે અન્વયે પંચાયત સેવાના સીધી ભરતીના બિનરાજ્ય પત્રિત કર્મચારીઓ દ્વારા સ્વવિનંતીથી આંતર જિલ્લા બદલીની ઓનલાઇન અરજી કરી હતી. આ પછી નિર્ણય સરકારની વિચારણા હેઠળ હતો. જેને ધ્યાનમાં રાખીને ગુજરાત પંચાયત સેવાએ બદલીના નિયમો-1995 મુજબ જિલ્લા પંચાયતના કર્મચારીઓને આંતર જિલ્લા ફેર-બદલીના નિમણુકનો હુકમ કર્યો હતો. 

આ પણ વાંચો:  ગુજરાતમાં ભરતી બાદ પણ ખાલી રહેતી જગ્યાઓ પર નિવૃત્ત શિક્ષકોને સોંપાશે જવાબદારી, જાણો નિયમો

જ્યારે પંચાયત વિભાગ દ્વારા કર્મચારીઓની બદલીને લઈને કેટલીક શરતો રાખવામાં આવી છે. જેમાં પંચાયતે જણાવ્યું હતું કે, જિલ્લા ફેરબદલ સ્વ-વિનંતીથી કરી હોવાથી કર્મચારીઓ કોઈપણ પ્રકારના મુસાફરી ખર્ચ/બદલી ભથ્થું મેળવવાનો દાવો કરી શકશે નહીં. તેમજ કર્મચારી નવા જિલ્લામાં સિનિયોરિટીનો દાવો કરી શકશે નહીં અને જગ્યાને અભાવે છૂટા થવાનું થશે તો કોઈ હક દાવો કરી શકશે નહીં.

બદલી કરાયેલા કર્મચારીઓનું સંપૂર્ણ લિસ્ટ જોવા અહીં ક્લિક કરો

પંચાયત વિભાગના 1433 કર્મચારીઓની સ્વ-વિનંતીથી બદલી: ફિમેલ હેલ્થ વર્કર અને તલાટીની બદલી 2 - image

Tags :