ગુજરાતમાં ભરતી બાદ પણ ખાલી રહેતી જગ્યાઓ પર નિવૃત્ત શિક્ષકોને સોંપાશે જવાબદારી, જાણો નિયમો
Retired Teachers Recruitment : ગુજરાતમાં કચ્છ સહિતના જિલ્લાના અનેક શાળાઓમાં શિક્ષકોની ઘટ છે, ત્યારે કાયમી શિક્ષકો, જ્ઞાન સહાયકોની નિમણૂક બાદ હવે ખાલી રહેતી જગ્યા પર નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાને લઈને શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે.
નિવૃત્ત શિક્ષકોને માનદવેતનથી ભરતી કરવાનો શિક્ષણ વિભાગનો નિર્ણય
રાજ્યના શિક્ષણ વિભાગે શૈક્ષણિક કાર્ય ખોરવાય નહીં તે માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે નિવૃત્ત શિક્ષકોને માનદવેતનથી ભરતી કરવાનો નિર્ણય કર્યો છે, ત્યારે ચાલો જાણીએ શું છે ભરતીના નિયમ.
નિવૃત્ત શિક્ષકોની કામગીરીના નિયમો
1. ગુજરાતમાં શિક્ષક અને જ્ઞાન સહાયકની ભરતી બાદ ખાલી રહેતી જગ્યામાં નિવૃત્ત શિક્ષકોને કામગીરી સોંપાશે
2. વચગાળાની વ્યવસ્થાના ભાગ રૂપે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં નિવૃત્ત શિક્ષકોને કામગીરી સોંપાશે
3. જે નિવૃત્ત શિક્ષકને કામગીરી સોંપાય તેમની ઉંમર 62 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ નહીં
4. શાળામાં બદલીથી અથવા ભરતીથી કાયમી શિક્ષક કે જ્ઞાન સહાયકની નિમણૂક ન થાય સુધી કામગીરી કરવાની રહેશે. શૈક્ષણિક વર્ષના અંતે છૂટા કરાશે
5. નિવૃત્ત શિક્ષકને જ્ઞાન સહાયક જેટલું જ માનદ વેતન અપાશે કોઈ વધારાના નાણાકીય કે સેવાકીય લાભ મળશે નહીં
6. જે શિક્ષક નિવૃત્તિ પછી કામગીરી કરવા માંગતા હોય તેમણે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં અરજી કરવાની રહેશે
આ પણ વાંચો: ગુજરાતના 26 જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ, આગામી 4 દિવસ અતિભારે વરસાદની આગાહી