app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 133 કેસ નોંધાયા, રાજ્યમાં કુલ કેસ 740 થયા

રાજ્યમાં આજે 48 દર્દીઓ સાજા થયા કોરોનાનો રિકવરી રેટ 99.08 ટકા પર પહોંચ્યો

અમદાવાદમાં સૌથી વધુ કેસ 70, રાજકોટ જિલ્લામાં 11, સુરત જિલ્લામાં 10, મહેસાણા 16 કેસ નોંધાયા

Updated: Mar 19th, 2023


ગુજરાતમાં ફરીવાર કોરોના વાયરસ વકરી રહ્યો છે. હોળી બાદ રાજ્યમાં ફરીવાર લોકો સંક્રમિત થઈ રહ્યાં છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 133  કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ 70 કેસ અમદાવાદમાં નોંધાયા છે. રાજ્યમાં આજે 48 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં એક્ટીવ કેસનો આંકડો 740 થઈ ગયો છે. હાલમાં રાજ્યમાં પાંચ દર્દીઓ વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે. 


રાજ્યમાં આ વિસ્તારોમાં કોરોનાના કેસ નોંધાયા

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા કેસ પૈકી અમદાવાદમાં સૌથી વધુ કેસ 70, રાજકોટ જિલ્લામાં 11, સુરત જિલ્લામાં 10, મહેસાણા 16, વડોદરા 6, ભાવનગર 1, ભરૂચ 3, ગાંધીનગર જિલ્લામાં 3, સુરેન્દ્રનગર 1, પોરબંદરમાં 2 કેસ નોંધાયો છે. રાજકોટ, મહેસાણા, સુરત સહિતના વિસ્તારોમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે. 

અત્યાર સુધીમાં કુલ 11,047 નાગરિકોને ભરખી ચૂક્યો છે

અત્યાર સુધીમાં કુલ 12,66,929 લોકો કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 99.08 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાના 740 એક્ટિવ કેસ છે, જેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે આ વાઈરસ અત્યાર સુધીમાં કુલ 11,047 નાગરિકોને ભરખી ચૂક્યો છે.


Gujarat