Get The App

પાટણના સાંતલપુરમાં નદીમાં 12 યુવકો ડૂબવાની ઘટના, 2ના મૃતદેહ મળતાં મૃત્યુઆંક 5 થયો, પંથકમાં અરેરાટી

Updated: Sep 10th, 2025

GS TEAM

Google News
Google News
પાટણના સાંતલપુરમાં નદીમાં 12 યુવકો ડૂબવાની ઘટના, 2ના મૃતદેહ મળતાં મૃત્યુઆંક 5 થયો, પંથકમાં અરેરાટી 1 - image


Patan News : પાટણના સાંતલપુર તાલુકામાં ગઈકાલે મંગળવારે (9 સપ્ટેમ્બર) બે અલગ-અલગ ડૂબવાની ઘટના બની હતી. જેમાં નળિયા ગામ નજીકની ખારી નદીમાં 9 અને રણમલપુર ગામ નજીક 3 યુવકો મળીને કુલ 12 યુવકો નદીમાં ડૂબ્યા હતા, જેમાંથી 6 યુવકોને બચાવી લેવામાં આવ્યા હતા. જેમાં 2ના મોત અને 4 યુવકો ગુમ હોવાનું સામે આવ્યું હતું. જેમાં પછી એકનો મૃતદેહ મળ્યો હતો. સમગ્ર ઘટના મામલે સ્થાનિક વહીવટીતંત્રની SDRFની ટીમ દ્વારા ગુમ યુવકોની શોધખોળ શરૂ છે, ત્યારે આજે(10 સપ્ટેમ્બરે) 2 મૃતદેહ મળી આવ્યા છે. બંને ઘટનામાં અત્યારસુધી કુલ મૃત્યુઆંક 5 થયો છે. 

મળતી માહિતી મુજબ, સાંતલપુરમાં તાલુકામાં ગઈકાલે 9 સપ્ટેમ્બરે બે ડૂબવાની ઘટના બની હતી. જેમાં એક ઘટનામાં નળિયા ગામ નજીક પસાર થતી ખારી નદીમાં 9 યુવકો ડૂબ્યા હતા. જે પૈકી 4ને બચાવી લેવાયા હતા. જ્યારે 2ના મોત નીપજ્યા હતા અને 3 ગુમ છે. જેમાંથી 1 યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. 

આ પણ વાંચો: દેવગઢ બારિયામાં જીવિત પત્નીનો મરણનો ખોટો દાખલો કઢાવ્યો, વહીવટી તંત્રની કામગીરી સામે સવાલ

જ્યારે રણમલપુરા ગામ નજીકની નદીમાં 3 યુવાનો ડૂબતા 2ને બચાવી લેવાયા હતા, જ્યારે 1 યુવક ગુમ હતો. જેમાં SDRFની ટીમ દ્વારા નદીમાં ગુમ યુવકની શોધખોળ કરવામાં આવી રહી છે, ત્યારે આજે 10 સપ્ટેમ્બરે 2 યુવકના મૃતદેહ મળી આવ્યા છે. આમ બંને ઘટનામાં કુલ 5ના મોત નીપજ્યા છે. 

Tags :