Gujarat
અમદાવાદ સિવિલના 12 તબીબ સુરતની કોવિડ-19 હોસ્પિટલમાં ફરજ બજાવશે
By GS Team
13 Jul 20201 min read
This article was originally published on 13 Jul 2020

અમદાવાદ, 13 જુલાઈ 2020 સોમવાર
મળતી માહિતી મુજબ અમદાવાદની સિવિલ હોસ્પિટલના 12 તબીબ સુરતની કોવિડ 19 હોસ્પિટલમાં ફરજ બજાવશે. આ તબીબોને વિવિધ વોર્ડની જવાબદારી સોંપવામાં આવી છે.
અત્યાર સુધી અમદાવાદમાં જ કોરોનાનો પ્રકોપ વધુ જોવા મળતો હતો પરંતુ હવે સુરતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા લેટેસ્ટ આંકડા મુજબ રાજ્યમાં હાલ કોરોનાના કેસ 41,906 થયા છે. જેમાં સુરતમાં કોરોનાના કુલ કેસ 7828 થયા છે. જ્યારે સુરતમાં અત્યાર સુધીમાં કોરોનાથી 220 લોકોના મૃત્યુ થયા છે.




