Gujarat

ભુજમાં 11 હજાર દીકરીએ સ્વરક્ષાના સંકલ્પ લઈ ગીતાનું પઠન કર્યું, સર્જાયો વર્લ્ડ રેકોર્ડ

By GS TEAM
14 Sep 20251 min read
TukuTouch Logo
ભુજમાં 11 હજારથી વધુ દીકરીએ સ્વરક્ષાના સંકલ્પ લઈ ગીતાનું પઠન કર્યું છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને પ્રેરણા શ્રી ગ્રુપના સંયુક્ત ઉપક્રમે રક્ષા-દિક્ષા મહોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં 25 હજાર લોકોની ઉપસ્થિતિમાં 11,800 દીકરીએ ‘મા દુર્ગા’નું સ્વરૂપ ધારણ કરવાના સંકલ્પ લીધા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભુજમાં 11 હજાર દીકરીએ સ્વરક્ષાના સંકલ્પ લઈ ગીતાનું પઠન કર્યું, સર્જાયો વર્લ્ડ રેકોર્ડ

Bhuj News : ભુજમાં 11 હજારથી વધુ દીકરીએ સ્વરક્ષાના સંકલ્પ લઈ ગીતાનું પઠન કર્યું છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને પ્રેરણા શ્રી ગ્રુપના સંયુક્ત ઉપક્રમે રક્ષા-દિક્ષા મહોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં 25 હજાર લોકોની ઉપસ્થિતિમાં 11,800 દીકરીએ ‘મા દુર્ગા’નું સ્વરૂપ ધારણ કરવાના સંકલ્પ લીધા છે.

11,800 દીકરીએ લીધા સંકલ્પ 

કચ્છમાં રક્ષા-દીક્ષા મહોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં 11 હજારથી વધુ દીકરીઓએ સ્વરક્ષાના સંકલ્પ લેવાની સાથે ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યે નિષ્ઠા વધે તે ઉદ્દેશ્યથી સ્વદીક્ષા માટે શ્રીમદ્ ભગવત ગીતાના 12મા અધ્યાયનું પઠન કરી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. રક્ષા-દીક્ષા મહોત્સવમાં સમગ્ર કચ્છના 125 ગામડામાંથી લગભગ 25 હજારથી વધુ લોકોની ઉપસ્થિતિમાં 11,800 દીકરીએ ભાગ લીધો હતો. 

આ કાર્યક્રમમાં 51થી વધુ દીકરીએ તલવારબાજી અને લાઠીદાવ કરી સ્વરક્ષા અભિયાનને લઈને પર્ફોમન્સ આપ્યું હતું. મહત્ત્વનું છે કે, આ કાર્યક્રમને લઈને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના કચ્છ જિલ્લા સંગઠનના 500થી વધુ સ્વયંસેવકો ભાઈઓ અને બહેનો છેલ્લા એક મહિનાથી તૈયારી કરી રહ્યા હતા.

આ પણ વાંચો: અમરેલીમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર યથાવત, ખેડૂતોમાં ખુશી અને શહેરમાં જળબંબાકારની સ્થિતિ

વિશ્વ ઉમિયાધામના પ્રમુખે જણાવ્યું હતું કે, 'દીકરીઓને સ્વરક્ષાની ટ્રેનિંગ આપવી એ સમયની માગ છે. આ કાર્યક્રમ દીકરીઓમાં પ્રતિકાર કરવાની ભાવના પેદા કરવાનો છે. અસામાજિક તત્વો સામે દીકરીઓએ લક્ષ્મી નહીં પણ મા દુર્ગાનું રૂપ ધારણ કરવાની જરૂર છે. 11 હજારથી વધુ દીકરીએ મા-બાપની ઈચ્છાથી લગ્ન કરવાના પણ સંકલ્પ લીધા છે.'