Gujarat

અમદાવાદના વિશ્વ ઉમિયાધામ મંદિરમાં કળશ પૂજન, 108 નદીના જળથી ભરેલા કળશનું ગર્ભગૃહમાં સ્થાપન

By GS TEAM
14 Dec 20252 mins read
TukuTouch Logo
અમદાવાદના જાસપુર વિશ્વ ઉમિયાધામ ખાતે મા ઉમિયાનું વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટના ભવ્ય મંદિરનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. ત્યારે એશિયાના સૌથી મોટા કોંક્રિટ રાફ્ટનું કાર્ય 54 કલાકનાં ઐતિહાસિક રીતે પૂર્ણ થયું છે. ગર્ભ ગૃહ સહિત સમગ્ર પરિષરનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ દરમિયાન 2020 વિશ્વ ઉમિયાધામ મંદિરના શિલાન્યાસ વખતે પવિત્ર ગંગા નદી સહિતની 108 નદીના જળથી ભરેલા 108 કળશનું પૂજન કરવામાં આવ્યું હતું. આ કળશને આજે (14 ડિસેમ્બર) ફરી વખતે પૂજન કરીને મંદિરના ગર્ભગૃહમાં 108 દંપતી/યજમાન દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના વિશ્વ ઉમિયાધામ મંદિરમાં કળશ પૂજન, 108 નદીના જળથી ભરેલા કળશનું ગર્ભગૃહમાં સ્થાપન

108 Kalash In Vishwa Umiya Dham Temple: અમદાવાદના જાસપુર વિશ્વ ઉમિયાધામ ખાતે મા ઉમિયાનું વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટના ભવ્ય મંદિરનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. ત્યારે એશિયાના સૌથી મોટા કોંક્રિટ રાફ્ટનું કાર્ય 54 કલાકનાં ઐતિહાસિક રીતે પૂર્ણ થયું છે. ગર્ભ ગૃહ સહિત સમગ્ર પરિષરનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ દરમિયાન 2020 વિશ્વ ઉમિયાધામ મંદિરના શિલાન્યાસ વખતે પવિત્ર ગંગા નદી સહિતની 108 નદીના જળથી ભરેલા 108 કળશનું પૂજન કરવામાં આવ્યું હતું. આ કળશને આજે (14 ડિસેમ્બર) ફરી વખતે પૂજન કરીને મંદિરના ગર્ભગૃહમાં 108 દંપતી/યજમાન દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે.


અમદાવાદના જાસપુર વિશ્વ ઉમિયાધામ ખાતે મંદિરના ગર્ભગૃહમાં પવિત્ર ગંગાજળથી ભરેલા 108 કળશ સ્થાપિત કરવામાં આવ્યા છે. આ સાથે ભારતની પવિત્ર 108 નદીઓના જળથી સમગ્ર ગર્ભગૃહને પવિત્ર કરવામાં આવ્યું હતું અને 108 નદીઓના પવિત્ર જળથી ભરેલા કળશનું પૂજન કર્યા બાદ માતાજીના સ્થાન નીચે પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે. 

આ પણ વાંચો: અમદાવાદમાં ભીલ સમાજનો આક્રોશ, 'જાતિના દાખલા નહીં મળે તો ચૂંટણીનો બહિષ્કાર કરીશું'

આ પ્રસંગે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખે જણાવ્યું હતું કે, 'આ કળશમાં ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, નર્મદા, ક્ષિપ્રા, કાવેરી, કૃષ્ણા, બ્રહ્મપુત્રા સહિતની 108 નદીઓના પવિત્રના જળ સમાવવામાં આવ્યા છે. વિદ્વાન બ્રાહ્મણો અને સજ્જનોના અથાગ પ્રયત્નોથી કાશ્મીર, હિમાલય, અરૂણાચલ અને દક્ષિણ ભારતના વિભિન્ન ભાગોમાં આવેલી નદીઓના પવિત્ર જળ ગ્રહણ કરવામાં આવ્યું છે.'


વધુમાં તેમણે કહ્યું કે, 'આગામી દિવસોમાં વિશ્વ ઉમિયાધામનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. તેમજ ડિસેમ્બર 2027માં માતાજી ભવ્ય અને દિવ્ય વિશ્વ ઉમિયાધામ મંદિરમાં બિરાજમાન થશે. આ પ્રસંગે ભવ્ય પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાશે.'