જામનગરના જલારામ મંદિરમાં શ્રી મંગળા વિઠ્ઠલેશ ગૌશાળાના ગૌભક્તો દ્વારા 1000 કિલો શાકભાજીના ભોગ ધરાવાયો

Jamnagar : જામનગર નજીક હાપા સ્થિત શ્રી પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ અને જલારામ સેવા સમિતિ ઉપરાંત શ્રી મંગળા વિઠલેશ ગૌશાળાના સંયુક્ત પ્રયાસોથી ગઈકાલે હાપાના જલારામ મંદિરે ગૌશાળામાં ગાય માતા માટે 1000 કિલો લીલોતરી શાકભાજીનો ભોગ ધરાવાયો હતો.
શ્રી મંગળા વિઠ્ઠલેશ ગૌશાળામાં 55 જેટલી ગાયો આવેલી છે, જ્યાં ગઈકાલે સાંજે 7:00 વાગ્યે સર્વે ગૌ ભક્તો દ્વારા જુદા જુદા લીલોતરીના શાકભાજી, કે જે 1000 કિલો એકત્ર કરી અને ગાય માતાને ભોગ ધરાવ્યો હતો. જેમાં જામનગર શહેરના અને ગૌ ભક્તો જોડાયા હતા અને પોતાના હાથે ગૌ માતાને લીલોતરી શાકભાજી ખવડાવી ગૌ માતાની સેવા કરી હતી.

