જૂનાગઢ: માંગરોળના ભાટ ગામમાં શ્વાનના હુમલામાં 10 લોકોને ઈજા, 20 પશુને પણ બચકા ભર્યાં

| પ્રતિકાત્મક તસવીર |
Junagadh News : જૂનાગઢમાં રખડતાં શ્વાનના આતંકની ઘટના સામે આવી છે. જેમાં માંગરોળમાં શ્વાને 10થી વધુ લોકો પર હુમલો કર્યો હતો. આ સાથે શ્વાને 20 જેટલાં પશુઓને બચકા ભર્યા હોવાનું સામે આવ્યું છે. શ્વાને હુમલો કરતાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
માંગરોળમાં રખડતાં શ્વાને 10 લોકો પર કર્યો હુમલો
મળતી માહિતી મુજબ, જૂનાગઢના માંગરોળના ભાટ ગામમા રસ્તે રખડતાં શ્વાને 10થી વધુ લોકો પર હુમલા કર્યો હોવાની ઘટનાને લઈને સ્થાનિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. જેમાં શ્વાને મોટાભાગે વૃદ્ધા લોકો પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.
શ્વાનના હુમલાના બનાવમાં લોકોને હાથ અને પગના ભાગે ઈજા પહોંચતા સારવાર માટે સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં લોકો પર શ્વાને હુમલો કરતાં સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

