mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

સપ્તકમાં પરફોર્મ કરવાનું પિતાનું સ્વપ્ન પૂરું કરીને હું ધન્ય થઈ ગયો

પૂણેના ૫ખાવજવાદક સિદ્ધેશ્વર ઊંડાલકર કહે છે

Updated: Jan 2nd, 2023

મારા પિતા બાળકોને પખાવજ શીખવતા હતા જેને લીધે હું પણ તે સાંભળવા માટે બેસેતો હતો. પિતા પાસેથી પખાવજની પ્રાથમિક તાલીમ લીધી. પખાવજમાં સારી પકડ હોવાને લીધે પિતાજી સાથે સ્ટેજ પરફોર્મન્સથી સારો પ્રતિસાદ મળ્યો હતો. મારા પિતાની સપ્તક સંગીત સમારોહમાં પખાવજની પ્રસ્તુતિ કરવાની ઇચ્છા હતી પણ પરિવારની જવાબદારીને લીધે તેઓ  ન કરી જેને લીધે ઘણા સમય સુધી દુઃખી હતા. મારા પિતાજીની સપ્તકમાં પખાવજની પ્રસ્તુતિ કરવાની અધૂરી ઇચ્છાને પૂરી કરવા માટે સ્વ.પં.ગોવિંદજી ભીલારે પાસેથી પખાવજની તાલીમ શરૂ કરી હતી. ઘણાં વર્ષોની મહેનત પછી ફ્રેબુઆરી 2022માં પં.નંદન મહેતા સપ્તક કોમ્પિટિશનમાં ફર્સ્ટ વિનર થઇને સપ્તકના મોટા સ્ટેજ પરફોર્મ કરવાની પિતાનું સ્વપ્ન પૂર્ણ કર્યું છે જેનાથી આ દિવસ મારા માટે ખાસ બન્યો છે આ શબ્દો છે મહારાષ્ટ્રના પૂણેના સિદ્ધેશ્વર ઊંડાલકર.

સિદ્ધેશ્વર ઊંડાલકર કહે છે, મારા પિતા દાસોપંત સ્વામી આલંદીકરે ઘણી મુશ્કેલીનો સામનો કરીને પખાવજ શીખ્યા છે અને પખાવજથી ભજન-કીર્તન કરીને જીવન નિર્વાહ કરી રહ્યા છે. બન્ને ભાઇઓ પખાવજમાં સારું જ્ઞાાન મેળવીને શાસ્ત્રીય સંગીતના વારસાને જાળવી રાખે તેવી તેમની ઇચ્છા હતી. સપ્તકમાં  પ્રસ્તાર, બંદીશ, રેલા, રેલા યરન, સ્તુતિ, ટૂકડે, ફરમાઇશ ચક્રધારની સાથે તીસ્ર ચૌતાલની પ્રસ્તુતિથી શ્રોતાઓ મંત્રમુગ્ધ બન્યા હતા.

 

સપ્તકમાં પરફોર્મ કરવાનું પિતાનું સ્વપ્ન પૂરું કરીને હું ધન્ય થઈ ગયો 1 - image


સપ્તકમાં આ સ્તુતિયરમાં બંદીશની પ્રસ્તુતિ

=       વિષ્ણવે પ્રભો વિષ્ણવે... (વિષ્ણુપરણ)

=       જય શિવશંકર, હરગીરજાવર (શિવ પરણ)

સંગીત મારો આત્મા તેનાથી દૂર રહેવું ગમતું નથી

પખાવજ માટે હું નિયમતિ 8 કલાકથી વધારે સમય રિયાઝ કરું છું. પંં. નાનાસાહેબ પાનસે ઘરાના સાથે જોડાયેલો છું. સંગીતમાં સમર્પિત થવા માટે તેની પારંગતતા હોવી જોઇએ. સંગીત માટે સાધના, ત્યાગ પણ ખૂબ જરૃરી છે. હું આલંદીથી પૂણે-ધાયરી ગામમાં જતો ત્યારે ક્લાસ પર પહોંચતા મોડું થતું હતું ત્યારે સ્વ.પં.ગોવિંદજી ભીલારે ગુસ્સો કર્યા વિના વધારે પ્રેક્ટિસ કરવતા હતા. મારો નાનો ભાઇ ઋષિકેશ પણ મ્યુઝિક યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે અને તે પણ પખાવજ શીખે છે. આવનારા સમયમાં બન્ને ભાઇઓ એકસાથે સપ્તકના સ્ટેજ પર પખાવજ પરફોર્મ કરવાની અમારી ઇચ્છા છે.

માતા-પિતાનું મૃત્યુ થતા વધુ તાલીમ લઇ ન શક્યો

બાળપણમાં જ મારા માતા-પિતાનું અવસાન થયું હતું જેન લીધે પખાવજમાં વધારે તાલીમ લઇ શક્યો ન હતો. શાસ્ત્રીય સંગીતમાં પખાવજની પ્રાથમિત તાલીમ મેળવી હતી. પખાવજમાં સારું જ્ઞાાન મેળવવું પણ પરિવારની આર્થિક જવાબદારીને લીધે હું વધારે તાલીમ લઇ શક્યો ન હતો. મારા બાળકોને પખાવજમાં સારા કલાકાર બનાવવા તે લક્ષ્ય સાથે તેમની તાલીમ આપવાની શરૂઆત કરી. ઘણાં વર્ષોની મહેનત પછી મારા મોટા પુત્રે સપ્તકમાં પરફોર્મ કર્યું છે જેનાથી મારું જીવન ધન્ય થયું છે. - દાસોપંત સ્વામી આલંદીકર, પિતા

 

Gujarat