For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આજે ગીર સોમનાથ જિલ્લામાં મતદાનનું મહાપર્વ, 1077 બૂથ પર સ્ટાફ તહેનાત

Updated: Nov 30th, 2022

Article Content Image

4  બેઠકમાં 34 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થઈ જશે : 5385 પોલિંગ સ્ટાફને મતદાન મથકે સજજડ બંદોબસ્ત પહોંચાડી દીધો, 

વેરાવળ, : રોજ રોજ સાવજોની ડણક સાંભળતા ગરવા ગિર સોમનાથ વિસ્તારમાં આજે મતદાનનું મહાપર્વ છે. જિલ્લાની કુલ ચાર વિધાનસભા બેઠક માટે 1077 મતદાન બુથ મુકરર કરવામાં આવ્યા છે. જેમાં બુધવારે સાંજે જ કુલ 5385 પોલિંગ સ્ટાફને વાહનો અને ચૂટણી સાહિત્ય સાથે રવાના કરીને પહોંચાડી દીધો છે. હવે સવારના 8-00થી સાંજના 5-00 સુધી મતદાન પ્રક્રિયા થશે.

ગિર સોમનાથ જિલ્લામાં વેરાવળ સોમનાથ, તાલાલા,કોડીનાર, ઉના એમ ચાર બેઠક પર આજે મતદારો મતદાન કરી કુલ 34 ઉમેદવારોનું ભાવિ નકકી કરશે. જિલ્લામાં 509991પુરૂષ, 489413 સ્ત્રીઓ, અને 11 અન્ય મતદારો મળી કુલ 999415 મતદારો એમના મતાધિકારનો ઉપયોગ કરશે. 

ચૂટણી પ્રક્રિયા મોનિટરિંગ સોમનાથમાં સંસ્કૃત યુનિ.ખાતે રિસિવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર બનાવામાં આવ્યા છે.જેમાં મતદાન પુરૂ થયા બાદ ફરજ પરના સ્ટાફને સોપેલા ઈવીએમ સહિતનું ચૂટણી સાહિત્ય પરત જમા લેવામાં આવશે. 

વાદ્યો ચિત્રો સાથે સીદી સમાજના સદીઓ જુના ભૂતકાળની ઝલક 

માધુપુર ગીર મતદાન મથકમાં વિશિષ્ટ મતદાન મથક બનાવાયું છે. જેમાં સીદી સમાજને લગતા વાદ્યો, એમની સંસ્કૃતિ સાથે જોડાયેલા ચિહ્નો,અને વસ્તુઓથી સજાવટ કરવામાં આવી છે. આ મતદાન મથકમાં મહતમ મતદારો આફ્રો એશિયન સીદી સમુદાય સાથે સંકળાયેલા છે. જે ભારતમાં 14મીથી 16મી સદીમાં આવીને વસેેલા હતા. મતદાન મથકમાં તોરણ અને વૃક્ષના ચિત્રો પણ સજાવવામાં આવ્યા છે. ગિરની શાન સમા સિહને દર્શાવતા વનરાજ ધ મેસ્કોટ સેલ્ફી પોઈન્ટ પણ ઉભો કરવામાં આવ્યો છે. જંગલમાં રાજા હું, ચૂટણીમાં રાજા મતદાર એ લખાણ મૂકવામાં આવ્યા છે. 

Gujarat