mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

વેરાવળ સંશોધન કેન્દ્રે સમુદ્રમાં તરતી મૂકી વેવ રાઈડર બોયા ઓબ્ઝર્વેશન સિસ્ટમ

Updated: Jan 12th, 2023

વેરાવળ સંશોધન કેન્દ્રે સમુદ્રમાં તરતી મૂકી વેવ રાઈડર બોયા ઓબ્ઝર્વેશન સિસ્ટમ 1 - image


ICAR GIAFT ના સહયોગથી  સમુદ્રની હવામાન સ્થિતિ, ભરતીની પ્રકૃતિ અને પ્રવાહો વિશે સિસ્ટમ સચોટ માહિતિ આપશે 

વેરાવળ, :  સમુદ્રીય ગતિવિધિ, હવામાન સ્થિતિ અને ભરતીની પ્રકૃતિ તથા દરિયાઈ બાબતોની સચોટ માહિતિ મેળવવા માટે ICAR GIAFTવેરાવળ સંશોધન કેન્દ્રે સમુદ્રમાં વેવ રાઈડર બોયા ઓબ્ઝવેશન સિસ્ટમ તરતી મૂકી છે.

આઇએનસીઓઆઇએસ એ હિંદ મહાસાગરમાં 16 ડાયરેકશનલ વેવ રાઈડર બોયા તૈનાત કર્યા છે.  ના વેરાવળ સંશોધન કેન્દ્રે INCOIS હૈદ્રાબાદના સહયોગથી ગીર - સોમનાથ જિલ્લાના સોમનાથમાં સમુદ્ર સપાટી પર વેવ રાઈડર બોયાને તૈનાત કર્યું છે. આ બોયામાંથી એકત્રિત કરવામાં આવેલ માહિતીનો ઉપયોગ ભવિષ્યમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠા માટે ચોક્કસ સમયની માહિતી સિસ્ટમ વિકસાવવા માટે કરવામાં આવશે. આ વેવ રાઈડર બોયા સમુદ્રની હવામાન પરિસ્થિતિ, સમુદ્રની ભરતીની પ્રકૃતિ અને સમુદ્રી પ્રવાહો વિશે સચોટ માહિતી આપ ેછે. ઉપરાંત તોફાનો અને દરિયાની સ્થિતિની આગાહી કરવામાં પણ મદદ કરે છે.

દરિયાઈ ઈજનેરી, શિપિંગ અને ફિશરીઝના સંદર્ભમાં તેમજ દરિયાઈ વિજ્ઞાાનના પાયાના સંશોધનો, આબોહવા પરિવર્તન તેમજ ચક્રવાતની અસરના અભ્યાસ માટે વેવ રાઈડર બોયા એ ટૂંકા ગાળા તેમજ લાંબા ગાળાના અભ્યાસ માટે ખૂબ ઉપયોગી છે.  ખાસ કરીને આ બોયા દરિયાકિનારાની નજીક મહત્વપૂર્ણ કામગીરી કરેછે. કારણ કે આવા પ્રદેશમાં સચોટ માહિતી જરૂરી છે. આ સિસ્ટમ ફાઈન ટયુનિંગ વેવ ફોરકાસ્ટ મોડલ્સમાં મદદરૂપ થશે અને સિસ્ટમ તરંગોની વિશેષતાઓને વધુ સચોટ રીતે દર્શાવશે.

શું છે વેવ રાઈડર બોયા?

વેવ રાઈડર બોયા એ પાણીની સપાટી પર તરતા બોયા છે. જે સ્થિતિસ્થાપક મૂરિંગ દ્વારા સમુદ્રતળ પર લાંગરેલા હોય છે. એકસીલેરોમીટર બોયા ઉપર નચેની ગતિને માપવા માટે મદદ કરે છે. જે સમુદ્રની સપાટીની હિલચાલને અનુસરે છે. બોયાની અંદરના ઈલેકટ્રોનિકસ સર્કિટસના માહિતી તરંગ દિશાઓને ઉકેલવા માટે હેવ સાથે જોડાય છે. જેથી તરંગોની ઉંચાઈ તેમજ તરંગો કઈ દિશામાંથી કિનારે આવી રહ્યાં છે. તેની ચોક્કસ માહિતી મળી શકે. જે દરિયાકિનારા પર જીવન અને સંપત્તિની સુરક્ષા માટે મદદરૂપ થશે.

Gujarat