Get The App

વેરાવળમાં ભાજપનો નગરસેવક વિદેશી દારૂ સાથે ઝડપાયો

- તાજેતરમાં પ્રદેશ પ્રમુખ સાથે પડાવેલો ફોટો વાયરલ થતાં ચકચાર

- દીવથી કારમાં આવતી વખતે પોલીસે અટકાવીને તલાસી લેતાં દારૂની 12 બોટલો મળી

Updated: Aug 11th, 2019

GS TEAM

Google News
Google News
વેરાવળમાં ભાજપનો નગરસેવક વિદેશી દારૂ સાથે ઝડપાયો 1 - image


-  પોલીસ સ્ટેશનમાં ફેનની ઘંટડીઓ ગાજી છતાં ગુનો દાખલ

વેરાવળ,,તા. 11 ઓગસ્ટ 2019, રવિવાર

વેરાવળમાં ભાજપના નગરસેવક મોટરકારમાં પુરપાટ ઝડપે આવી રહ્યા હતા, ત્યારે રેયોન ગેટ પાસે ટ્રાફિક પોલીસે રોકી તલાસી લેતાં વિદેશીદારૂ મળી આવેલો હતો. જેથી પોલીસે બે લાખનો મુદામાલ કબજે કરી ને ધરપકડ કરી હતી. પરિણામે ચકચાર મચી ગઈ હતી.

વેરાવળમાં વોર્ડ નં. ૯નાં ભાજપના નગરસેવક ઉમેશ અશોક ચાવડા તેમજ મિત્ર સુનિલ બાબુલાલ ચૌહાણ પુરપાટ ઝડપે મોટરકાર નં. જીજે૦૧ કેએફ ૭૬૫૯ લઈને આવી રહેલા હતાં. ત્યારે રેયોનના દરવાજા પાસે ટ્રાફિક પોલીસે રોકી તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ બોટલ નંગ ૧૨ રૂા. ૬૦૦૦ ની મળી આવી હતી. તેથી પોલીસે દારૂ અને મોટરકાર સહિત રૂા. ૧૦૬૦૦૦નો મુદામાલ કબજે કરી બંને આરોપીઓની ધરપકડ કરી હતી. 

આ દારૂ દિવથી લઈ આવેલા હોવાનું જણાવેલું હતું. નગરસેવક પકડાઈ  જતાં પોલીસ સ્ટેશનમાં ફોનની ઘંટડીઓ વાગતા લાગે હતી, પણ તેમની સામે ગુનો દાખલ કરેલો હતો. તાજેતરમાં પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી આવેલા હતા ત્યારે તેમની સાથે ફોટો હતો, તે પણ સોશ્યલ મિડિયામાં વાયરલી થયો હતો. આ ઘટના બનતા રાજકીય માહોલ ગરમાવો આવેલો છે.

Tags :