તાલાલા પંથકમાં કેસર કેરીની સિઝન પૂર્ણ યાર્ડમાં કુલ 6.87 લાખ બોકસની આવક
- આ વર્ષે ૩૭ દિવસ સુધી ચાલી સિઝન
- ઓછા ખેડૂતોને બે દાયકાના સૌથી વધુ ભાવો મળ્યા
માર્કેટ યાર્ડમાં ૨૮.૧૩ કરોડની કેસર કેરીનું વેચાણ
તાલાલા,
તા. ૧૫ જૂન, ૨૦૨૦, સોમવાર
તાલાલા પંથકમાં સુપ્રસિધ્ધ કેસર કેરીની ૩૭ દિવસનીસિઝન સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. તાલાલા માર્કેટીંગ યાર્ડમાં સિઝન દરમ્યાન દશ કિલો ગ્રામના ૬ લાખ ૮૭ હજાર બોકસનું વેંચાણ થયું હતું. બે દાયકાના સૌથી વધુ કેસર કેરીના ભાવો આ વર્ષે મળતા ખેડુતોમાં ખુશાલી વ્યાપી છે. યાર્ડમાં સિઝન દરમિયાન ૨૮.૧૩ કરોડની કેરીનું વેચાણ થયું છે.
તાલાલા પંથકમાં કેસર કેરીની સિઝન આજે સફળતાપૂર્વક સંપન્ન થઈ
હતી. તાલાલા માર્કેટીંગ યાર્ડમાં ૩૭ દિવસ ચાલેલ સિઝન દરમ્યાન દશ કિલો ગ્રામના ૬
લાખ ૮૭ હજાર બોકસની આવક થઈ હતી. જેમાં ખેડુતોને એક બોકસના સરેરાશ રૂ ૪૧૦ ઉપજયા
હતાં. જે છેલ્લા ૨૦ વર્ષમાં આ વર્ષે કેસર
કેરીના ઉત્પાદક કિસાનોને કેસર કેરીના સૌથી વધુ ભાવ મળ્યા હોય, ભાવથી કિસાનોમાં
ખુશી વ્યાપી છે.
તાલાલા માર્કેટીંગ યાર્ડમાં આજે સોમવારે છેલ્લા દિવસે ત્રણ
હજાર બોકસની આવક થઈ હતી. જેનું રૂ ૧૭૫ થી રૂ ૩૭૫ માં વેંચાણ સાથે ૩૭ દિવસની સિઝન
દરમ્યાન કુલ રૂ ૨૮ કરોડ ૧૩ લાખનું તાલાલા માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીનું કુલ
વેંચાણ થયું હતું.
તાલાલા પંથકમાં લોક ડાઉન પછી આર્થિક પરીસ્થિતી ડામાડોળ થઈ
ગઈ હતી. મંદી મજા મુકી રહી હતી. આ દરમ્યાન કેસર કેરીની સિઝન શરૂ થતાં ખેડુતો
શ્રમજીવી સહિત આમ પ્રજાના ચહેરા ઉપર ચમક આવી અને ૩૭ દિવસની કેસર કેરીની સિઝન
દરમ્યાન શહેર અને ગ્રામીણ વિસ્તારમાં રોનક સાથે સમૃધ્ધી આવતા પ્રજામાં નવા પ્રાણ
આવી ગયા હતાં.
તાલાલા પંથકમાં કેસર કેરીની સિઝન ૩૭ દિવસ ચાલી આ દરમ્યાન
તાલાલા યાર્ડમાં ૨૮થી ૨૯ કરોડનો કેરીનો વેપાર થયો. આ ઉપરાંત બે ભાગની કેસર કીરનું
વેંચાણ યાર્ડની બારોબાર ખેડુતોએ જથ્થાબંધ વેપારી તથા ગ્રાહકોને સીધ્ધું કર્યું
હોવાનો અંદાજ છે. આ સિવાય કેરી ભરવાના ખાલી બોકસ સહિતની વસ્તુનું વ્યાપક વેંચાણ
સાથે કેસર કેરીની સિઝન દરમ્યાન સો કરોડનો કારોબાર થતા તાલાલા પંથકનું અર્થતંત્ર
વેગવંતુ થઈ ગયું છે.
ગત વર્ષે ૪૬ દિવસની સિઝનમાં ૭.૭૫ લાખ બોકસની આવક
તાલાલા માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીની સિઝન ગત વર્ષની
સરખામણીએ ઓછી ચાલી, બોકસ પણ
આ વર્ષે ઓછા આવ્યા છે. યાર્ડમાંથી પ્રાપ્ત થયેલ વિગત પ્રમાણે ગત વર્ષ સિઝન ૪૬ દિવસ
ચાલી હતી. આ દરમ્યાન દશ કિલોગ્રામના ૭ લાખ ૭૫ હજાર બોકસ આવ્યા હતાં. એક બોકસનો
સરેરાશ ભાવ રૂ ૩૪૫માં વેંચાણ થયું હતું. તેની સામે આ વર્ષે રૂ ૪૧૦ લેખે વેંચાણ
થયું હતું.
તાલાલા પંથકમાં સુપ્રસિધ્ધ કેસર કેરીની ૩૭ દિવસનીસિઝન સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. તાલાલા માર્કેટીંગ યાર્ડમાં સિઝન દરમ્યાન દશ કિલો ગ્રામના ૬ લાખ ૮૭ હજાર બોકસનું વેંચાણ થયું હતું. બે દાયકાના સૌથી વધુ કેસર કેરીના ભાવો આ વર્ષે મળતા ખેડુતોમાં ખુશાલી વ્યાપી છે. યાર્ડમાં સિઝન દરમિયાન ૨૮.૧૩ કરોડની કેરીનું વેચાણ થયું છે.
ઓછા ખેડૂતોને બે દાયકાના સૌથી વધુ ભાવો મળ્યા: માર્કેટ
યાર્ડમાં ૨૮.૧૩ કરોડની કેસર કેરીનું વેચાણ
તાલાલા પંથકમાં કેસર કેરીની સિઝન આજે સફળતાપૂર્વક સંપન્ન થઈ
હતી. તાલાલા માર્કેટીંગ યાર્ડમાં ૩૭ દિવસ ચાલેલ સિઝન દરમ્યાન દશ કિલો ગ્રામના ૬
લાખ ૮૭ હજાર બોકસની આવક થઈ હતી. જેમાં ખેડુતોને એક બોકસના સરેરાશ રૂ ૪૧૦ ઉપજયા
હતાં. જે છેલ્લા ૨૦ વર્ષમાં આ વર્ષે કેસર
કેરીના ઉત્પાદક કિસાનોને કેસર કેરીના સૌથી વધુ ભાવ મળ્યા હોય, ભાવથી કિસાનોમાં
ખુશી વ્યાપી છે.
તાલાલા માર્કેટીંગ યાર્ડમાં ાજે સોમવારે છેલ્લા દિવસે ત્રણ
હજાર બોકસની આવક થઈ હતી. જેનું રૂ ૧૭૫ થી રૂ ૩૭૫ માં વેંચાણ સાથે ૩૭ દિવસની સિઝન
દરમ્યાન કુલ રૂ ૨૮ કરોડ ૧૩ લાખનું તાલાલા માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીનું કુલ
વેંચાણ થયું હતું.
તાલાલા પંથકમાં લોક ડાઉન પછી આર્થિક પરીસ્થિતી ડામાડોળ થઈ
ગઈ હતી. મંદી મજા મુકી રહી હતી. આ દરમ્યાન કેસર કેરીની સિઝન શરૂ થતાં ખેડુતો
શ્રમજીવી સહિત આમ પ્રજાના ચહેરા ઉપર ચમક આવી અને ૩૭ દિવસની કેસર કેરીની સિઝન
દરમ્યાન શહેર અને ગ્રામીણ વિસ્તારમાં રોનક સાથે સમૃધ્ધી આવતા પ્રજામાં નવા પ્રાણ
આવી ગયા હતાં.
તાલાલા પંથકમાં કેસર કેરીની સિઝન ૩૭ દિવસ ચાલી આ દરમ્યાન તાલાલા યાર્ડમાં ૨૮થી ૨૯ કરોડનો કેરીનો વેપાર થયો. આ ઉપરાંત બે ભાગની કેસર કીરનું વેંચાણ યાર્ડની બારોબાર ખેડુતોએ જથ્થાબંધ વેપારી તથા ગ્રાહકોને સીધ્ધું કર્યું હોવાનો અંદાજ છે. આ સિવાય કેરી ભરવાના ખાલી બોકસ સહિતની વસ્તુનું વ્યાપક વેંચાણ સાથે કેસર કેરીની સિઝન દરમ્યાન સો કરોડનો કારોબાર થતા તાલાલા પંથકનું અર્થતંત્ર વેગવંતુ થઈ ગયું છે.