વેરાવળમાં ટ્રાન્સપોર્ટના ધંધાર્થીને ખૂનની ધમકી
- ભીડિયા વિસ્તારમાં પાડોશીને સીસીટીવી કેમેરા કઢાવી નાખવાનું કહી ધમકાવ્યો
વેરાવળ, તા. 25 જુન 2020, ગુરુવાર
વેરાવળમાં બહારકોટ વિસ્તારમાં રહેતા અને હાલ પુના ટ્રાન્સપોર્ટ નામે વ્યવસાય કરતા ઇરફાન અબ્દુલગની ખોખરને અલીમહમદ ઇબ્રાહીમ મુગલ ખેરફિશવાળા એમને મળતાં જૂના હિસાબ માટે વાતચીત કરી હતી ત્યારે અલીમામદે ઇરફાનને ખૂનની ધમકી આપી હતી. સામાપક્ષે અલીમામદે ઇરફાન ખોખર વિરુદ્ધ મૂઢમાર માર્યો હોવાની પણ ફરિયાદ નોંધાવી હતી.
ભીડિયા વિસ્તારમાં ઉમેશ ભીમજીભાઈ ચારણિયાએ પોતાના ઘરે સીસીટીવી કેમેરા ફિટ કરેલા હોવાથી પાડોશમાં રહેતા હિતેશ સોચા બામણિયાએ એને કાઢી નાખવાનું કહીને બિભત્સ શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.