Get The App

સોમનાથ જિલ્લામાં વિદેશથી આવેલા આઠ વ્યકિત હોમ કોરન્ટાઇનમાં

- દરરોજ ત્રણ વખત આરોગ્ય ટીમ દ્વારા તપાસણી

- વેરાવળમાં મોટી શાક માર્કેટ પાસે થતી હરાજીનું સ્થળાંતર, સી -ફૂડ ટ્રાન્સપોર્ટનાં વાહનોને થોડી છૂટછાટ

Updated: Mar 26th, 2020

GS TEAM

Google News
Google News
સોમનાથ જિલ્લામાં વિદેશથી આવેલા આઠ વ્યકિત હોમ કોરન્ટાઇનમાં 1 - image


વેરાવળ, તા. 26 માર્ચ 2020,ગુરુવાર

ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણથી બચવા અને તેની સાવચેતી માટે સતત રાઉન્ડ ધી કલોક વહીવટી તંત્ર, આરોગ્ય શાખા, પોલીસ અને નગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લાના લોકો પણ કોરોના વાયરસ પ્રત્યે જાગૃત થયા છે. 

વિદેશમાંથી આવેલા પ્રવાસી અને નાગરિકોને કોરન્ટાઇન કરી આરોગ્ય શાખા દ્વારા સતત દેખરેખ રાખી આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે. આજે હોમ કોરન્ટાઇનમાં ૮ પેસેન્જરને રાખવામાં આવેલા છે તેમજ દિવસમાં ત્રણ વખત આરોગ્ય કર્મચારી દ્વારા મુલાકાત લેવામાં આવે છે. 

વેરાવળ ખાતે આજે સરકારી હોસ્પિટલમાં આઇસોલેશનમાં કોરોના વાયરસના કોઇપણ શંકાસ્પદ કેસ નોંધાયેલ નથી. અગાઉ નવ દર્દીઓને કોરોના વાયરસનો નેગેટીવ રિપોર્ટ આવતા રજા આપવામાં આવેલ છે. 

બીજી તરફ કોરોના વાયરસ ન ફેલાઇ અને સાવચેતી માટે વેરાવળની મોટી શાક માર્કેટ પાસે થતી સવારની હરાજી હવે કે.સી.સી. ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે અને શાકભાજીના રિટેલ વેચાણની વ્યવસ્થા પણ કે.સી.સી. ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી છે, તેમ ચીફ ઓફિસર દ્વારા જણાવાયું છે. 

વળી, જી.આઇ.ડી.સી., વેરાવળ બંદર તથા દિવ બંદર દ્વારા માછલીઓ તથા સી ફુડ વિવિધ ટ્રાન્સપોર્ટના માધ્યમથી આવી રહ્યા છે. વેરાવળ બંદર તથા દીવ બંદરથી આવા ટ્રાન્સપોર્ટના વાહનોને જી.આઇ.ડી.સી. ખાતે જવા તથા સામાન ખાલી કરી પરત ફરી રહેલ વાહનોને રોકવામાં ન આવે. તે મુજબની તકેદારી રાખવી.

તેમજ જી.આઇ.ડી.સી. વેરાવળ ખાતે આવેલ કોલ્ડ સ્ટોરેજ અને પ્રોસેસીંગ યુનિટો કાર્યરત રહે તે માટે પણ ન્યુનતમ માણસોની જરૂરીયાત રહેતી હોય છે, જેથી તેઓને પણ આવવા તથા જવા માટે કોઇ અવરોધ ન થાય તે અંગે પણ તકેદારી રાખવી અને આ ધંધા સાથે સંકળાયેલ ટ્રાન્સપોર્ટ વ્હીકલ તથા ન્યુનતમ માણસોને જી.આઇ.ડી.સી., વેરાવળ ખાતે અવર-જવર માટે અવરોધ ન થાય આ આદેશની અમલવારી તથા તકેદારી રાખવા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જણાવાયું છે. 

જૂનાગઢ જિલ્લામાં કોરોના સંદર્ભે તાલુકા કક્ષાએ શરૂ કરાયા કંટ્રોલ રૂમ

જૂનાગઢ શહેર

૦૨૮૫ - ૨૬૩૪૫૯૫

જૂનાગઢ ગ્રામ્ય

૦૨૮૫ - ૨૬૩૧૭૧૫

વંથલી

૦૨૮૭૨ - ૨૨૨૦૪૬

માણાવદર

૦૨૮૭૪ - ૨૨૧૪૪૦

મેંદરડા

૦૨૮૭૨ - ૨૪૧૩૨૯

માળીયાહાટીના

૦૨૮૭૦ - ૨૨૨૨૩૨

વિસાવદર

૦૨૮૭૩ - ૨૨૨૦૫૬

ભેંસાણ

૦૨૮૭૩ - ૨૫૩૪૨૬

કેશોદ

૦૨૮૭૧ - ૨૩૬૦૪૩

માંગરોળ

૦૨૮૭૮ - ૨૨૨૦૦૯

જિલ્લા કંટ્રોલ રૃમ

૦૨૮૫ - ૧૦૭૭

Tags :