ગીર સોમનાથ જિ.માં શ્રીકાર વર્ષા 1,43,297 હેકટરમાં વાવેતર
-સૌથી વધુ મગફળીનું ૯૬૭૬૭ હેકટરમાં વાવેતર
-બીજા ક્રમે કપાસનું ૧૭,૮૮૬ હેકટરમાં તો ઘાસચારાનું ૧૧,૩૮૦ હેકટરમાં વાવેતર
પ્રભાસપાટણ, તા.22 જુલાઇ 2018,રવિવાર
ગીર સોમનાથ જિલ્લામાં સારા વરસાદથી પાક - પાણીનું ચિત્ર પલટાયું છે. જિલ્લામાં ખેડૂતો દ્વારા કુલ ૧૪૩૨૯૭ હેકટર જમીનમાં ખરીફ વાવેતર થયું છે. જેમાં સૌથી વધુ મગફળીનું, બીજે ક્રમે કપાસ તથા ત્રીજે ક્રમે ઘાસચારાનું વાવેતર થયું છે.
ગીર સોમનાથ જિલ્લામાં ૧૪૩૨૯૭ હેકટર જમીનમાં ચોમાસુ પાકનું વાવેતર થયું છે. તેમાં સૌથી વધુ ૯૬૭૬૭ હેકટરમાં મગફળી, ૧૭૮૮૬માં કપાસ, ૧૧૩૮૦ માં ઘાસચારો, ૫૦૪૭ માં સોયાબીન, ૪૭૪૮માં શેરડી, ૩૧૩૦માં શાકભાજી, ૧૯૧૬માં બાજરી, ૧૦૦૦માં અડદ, ૯૩૪માં તુવેર, ૧૬૧ માં એરંડા, ૧૨૦માં જુવાર ૮૦ હેકટરમાં મકાઇ, ૪૭ હેકટરમાં મગ તથા ૩૬ હેકટરમાં તલનું વાવેતર થયું છે.
જયારે જિલ્લાના ૬ તાલુકા પૈકી વેરાવળ તાલુકામાં ૨૭૩૦૦ હેકટરમાં, તાલાલામાં ૧૪૬૯૩ હેકટરમાં, સુત્રાપાડામાં ૨૦૯૯૮, ગીરગઢડામાં ૨૭૪૩૦, કોડીનારમાં ૩૧૭૭૧ જયારે ઉના તાલુકામાં ૨૭૧૦૫ હેકટરમાં ખરીફ પાકનું વાવેતર થયાનું ખેતીવાડી વિભાગ દ્વારા જણાવાયું છે.