ગીર સોમનાથના વેરાવળ ખાતે જજના નામે લાંચ માંગનારની જામીન અરજી નામંજુર
- ACB એ આરોપીને ઝડપી 7 દિવસના રિમાન્ડ પર મેળવ્યો હતો
વેરાવળ,તા.૨૫ જુલાઇ 2018,બુધવાર
ગીર સોમનાથ જીલ્લા એસીબી પોલીસ દ્વારા સેશન્સ જજના નામે લાંચ માંગનાર આરોપીની ધરપકડ કરાઈ હતી અને તેને સાત દિવસના રીમાન્ડ પર મેળવ્યો હતો. રીમાન્ડ બાદ તેમની કતાયમી જામીન અરજી થયેલી તે સત્ર અદાલતે નામેજુર કરી હતી.
જીલ્લા એસીબી દ્વારા પીજીવીસીએલ દ્વારા સેશન્સ કોર્ટમાં કેસ ચાલતો હોય અને તેમાં નિર્દોષ છોડાવી દેવા માટે ભાવિન શાંતિલાલ કારીયા એ જજ નામે લાંચ માંગેલ તેની ફરીયાદ થઈ હતી તેમાં તેની ધરપકડ કરી ૭ દિવસ રીમાન્ડ માંગેલ હતી. દરમ્યાન રીમાન્ડ પુર્ણ થતા તેની કાયમી જામીન અરજી માટે એડીશ્નલ સેશન્સ જજ ડી.એસ. પરમારની કોર્ટમાં સુનવણી થઈ હતી. જેમાં કોર્ટે આરોપીની કાયમી જામીન અરજી રદ કરેલી હતી.
એસીબીના તપાસનિશ અધિકારીએ સાત દિવસની રીમાન્ડ દરમ્યાન કોઈ માહિતી કે અન્ય વિગતો માટે પુછતા તેમને જણાવેલ કે આ વિગતો કોઈને આપી શકાય નહીં. ખાનગી રાખવાની હોય છે જેથી રીમાન્ડ દરમ્યાન આરોપી પાસેથી કોના કોના નામો છે તેમજ કેટલા વર્ષોથી આ ધંધો ચાલતો હતો તે હજુ સુધી બહાર આવ્યું નથી.