ભાજપના વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ વીડિયો મુકાતાં ચર્ચા
- ગીર સોમનાથ જિલ્લાનાં
- અનેક મહિલા સભ્યો લેફટ થઈ ગયાં
મૂકનાર સામે કોઈ કાર્યવાહી નહીં!
વેરાવળ, તા. 29 જુલાઈ, 2020, બુધવાર
ગીર સોમનાથ જીલ્લા ભાજપ ગ્રુપમાં સવારે અચાનક અશ્લીલ વીડીયો વોટસેપ ગુ્રપમાં પોસ્ટ થતાં ભારે ખળભળાટ મચી ગયો હતો. અનેક મહીલાઓ આ ગ્રુપમાંથી બહાર નિકળી ગઈ હતી.
જીલ્લા પંચાયતના એક સભ્યના પિતા દ્વારા વોટસેપ ગ્રુપમાં આ વીડીયો મુકાયેલ હતો. આ ગ્રુપમાં જિલ્લાના અનેક આગેવાનો અને મહીલા પ્રમુકો તથા કાર્યકરો સામેલ હતાં. અચાનક આ વીડીયો આવતાં તાત્કાલીક મહીલાઓ આ ગ્રુપમાંથી લેફ્ટ થઈ ગઈ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું.
વોટસ એપ ગ્રુપમાં તાજેતરમાં પ્રદેશ પ્રમુખ તરીકે વરણી થયેલા સી.આર. પાટીલનો નરેન્દ્ર મોદી સાથે ફોટો પણ ડીપી તરીકે રાખેલ છે. જીલ્લા ભાજપમાં આખો દિવસ ચર્ચા રહી હતી પણ સાંજ સુાૃધી વીડીયો મુકનાર સામે કોઈ કાર્યવાહી થઈ નહોતી.