Get The App

દીવ-દમણ બેઠક ઉપર 9942 મતોની લીડ સાથે ભાજપનાં વિજયની હેટ્રીક

- સીટીંગ સાંસદ લાલુ પટેલ ત્રીજી વખત વિજેતા

- દીવમાં કોંગ્રેસનાં કેતન પટેલને ૬૩૨ વધુ મતો મળ્યા, પણ દમણમાં ભાજપનું પલડું રહ્યું ભારે: અપક્ષ ઉમેશ પટેલ પણ 19935 મતો મેળવવામાં સફળ

Updated: May 23rd, 2019

GS TEAM

Google News
Google News
દીવ-દમણ બેઠક ઉપર 9942 મતોની લીડ સાથે ભાજપનાં વિજયની હેટ્રીક 1 - image



દીવ,તા.23 મે 2019, ગુરૂવાર

ગુજરાતનાં જ એક હિસ્સો ગણાતા કેન્દ્ર શાસીત સંઘ પ્રદેશ દમણ - દીવમાં આજે ભાજપે ૯૯૪૨ મતોની લીડ સાથે વિજયની હેટ્રીક નોંધાવી હતી. ભાજપનાં સીટીંગ સાંસદ લાલુ પટેલે સતત ત્રીજી વખત જવલંત જીત મેળવીને ભગવો લહેરાવવામાં સફળ રહ્યાં છે. જો કે, દીવમાં કોંગ્રેસને વધુ મતો મળ્યા, પણ દમણમાં ભાજપનું પલડું ભારે રહ્યું હતું.

દમણ-દીવ લોકસભા બેઠકની ચુંટણી અંતર્ગત આજે સવારે ૮ વાગ્યાથી મત ગણતરી ચાલુ થઈ હતી અને શરૂઆતથી જ ભાજપને સરસાઈ મળતી રહી હતી. ફકત ૮૭,૪૬૯ મતો જ હોવાથી બપોરે એક વાગ્યે તો ગણતરી પણ પૂર્ણ થઈ ગઈ હતી. જેમાં ભાજપનાં ઉમેદવાર લાલુભાઈ પટેલને સૌથી વધુ ૩૭,૫૯૭ મતો મળ્યા હતાં. જયારે કોંગ્રેનાં કેતન પટેલને ૨૭૬૫૫ મતો, અપક્ષ ઉમેશ પટેલને ૧૯૯૩૮ મતો અને બસપાનાં શકીલ લતીફ ખાનને ૭૯૨ મતો મળ્યા હતાં. 

જયારે નોટામાં ૧૪૮૭ મતો પડયા હતાં. આમ, ભાજપનાં સીટીંગ સાંસદ લાલુ પટેલની ૯૯૪૨ મતોની સરસાઈથી જીત થઈ હતી. અપક્ષ ઉમેદવાર યુવા અગ્રણી ઉમેશ પટેલ પણ જંગી મતો મેળવવામાં સફળ રહ્યાં હતાં. વળી, બસપાનાં ઉમેદવારને તો નોટા કરતા પણ માંડ અડધા મતો મળ્યા હતાં. ૨૮ પોસ્ટલ વોટમાંથી ભાજપને ૧૧ અને કોંગ્રેસને ૧૨ મતો મળ્યા હતાં.

ગુજરાત સાથે ગાઢરીતે જોડાયેલા દમણ અને દીવ વચ્ચે ૬૫૦ કિ.મી.નું અંતર છે, જેની અસર પણ આજે દેખાઈ હતી. જેમ કે, દીવમાં કોંગ્રેસને ભાજપ કરતા ૬૩૨ મતો વધુ મળ્યા હતાં. પરંતુ દમણમાં ભાજપની સરસાઈએ લોકસભા બેઠક પર ભગવો લહેરાવી દીધો હતો.

નોંધનીય છે કે, ભારત દેશ ૧૯૪૭ માં આઝાદ થયા બાદ છેક ૧૯૬૧માં દીવ-દમણ પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત થયા હતાં અને ૧૯૮૭માં અહીં લોકસબા બેઠક અસ્તિત્વમાં આવી હતી. ત્યારથી અત્યાર સુધીમાં  અહીં લોકસભાની ૧૦ ચુંટણી યોજાઈ છે. જેમાં એક વકત ૧૯૮૯માં અપક્ષ તેમજ કોંગ્રેસે ૧૯૮૭, ૧૯૯૬, ૧૯૯૯ અને ૨૦૦૪માં જીત મેળવી હતી. જયારે ભાજપની ૧૯૯૧, ૧૯૯૮, ૨૦૦૯, ૨૦૧૪ બાદ ૨૦૧૯ મળીને પાંચમી વખતની જીત થઈ છે. જેમાં છેલ્લી ત્રણ ચુંટણીથી ભાજપનાં લાલુ પટેલે ચુંટાવાનો વિક્રમ બનાવ્યો છે.

ભાજપનો વિજય, પણ લીડ માત્ર ૭૨૦ મતોની વધી

વર્ષ

વિજેતા

લીડ

૧૯૮૭

કોંગ્રેસ

,૭૨૪

૧૯૮૯

અપક્ષ

,૮૪૦

૧૯૯૧

ભાજપ

,૨૮૬

૧૯૯૬

કોંગ્રેસ

,૯૩૧

૧૯૯૮

ભાજપ

,૨૩૪

૧૯૯૯

કોંગ્રેસ

,૨૨૬

૨૦૦૪

કોંગ્રેસ

૬૦૭

૨૦૦૯

ભાજપ

૨૪,૮૩૮

૨૦૧૪

ભાજપ

,૨૨૨

૨૦૧૯

ભાજપ

,૯૪૨


બસપાનાં ઉમેદવાર કરતા નોટાને મળ્યા બમણા મતો!

ક્રમ ઉમેદવાર પક્ષ મતો ટકાવારી

લાલુભાઈ પટેલ ભાજપ ૩૭૫૯૭ ૪૨.૯૮

કેતન પટેલ કોંગ્રેસ ૨૭૬૫૫ ૩૧.૬૨

ઉમેશ પટેલ અપક્ષ ૧૯૯૩૮ ૨૨.૭૯

નોટા -- ૧૪૮૭ ૧.૭૦

શકીલ લતીફ ખાન બસપા ૭૯૨ ૦.૯૧

Tags :