ભગવાન બારડને મળી રાહત, તલાલા બેઠક પર પેટાચૂંટણી યોજાશે નહીં
ગીર સોમનાથ, તા. 1 માર્ચ 2019 સોમવાર
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભગવાન બારડને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપતા ચૂંટણીપંચનાં જાહેરનામા ઉપર રોક લગાવી છે. હવે તલાલા બેઠક ઉપર પેટાચૂંટણી યોજાશે નહીં.
અગાઉ ખનીજ ચોરીનાં જૂના એક કથિત કેસમાં ભગવાન બારડને નીચલી અદાલતે દોષિત ઠેરવતા ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષે તેમનુ ધારાસભ્ય રદ કર્યું હતું. ભાજપે અહીં પેટાચૂંટણી યોજવાના ભાગરૂપે જશા ભાણા બારડને ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા હતાં. આજે સુપ્રીમ કોર્ટે ભગવાન બારડની અરજી પર સુનાવણી કરતા ચૂંટણી પંચના જાહેરનામા પર રોક લગાવી છે.
ચૂંટણી પંચ તલાલા બેઠકની પેટા ચૂંટણી તાત્કાલિક જાહેર કરવાના મામલે હાઇકોર્ટ સમક્ષ સોગંદનામુ રજૂ કરી શકે છે.