Updated: Jan 7th, 2023
ગીરનો દેશી ગોળ ઉત્તમ ક્વોલિટીનો હોવાથી આયુર્વેદની અનેક ઔષધિઓમાં ઉપયોગ : જો ગોળના ભાવ ઊંચા નહિ જાય તો રાબડાઓને ટકી રહેવામાં મુશ્કેલી: બીજી બાજુ શેરડીના સારા ભાવો ન મળતા ખેડૂતો નિરાશ
કોડીનાર : ગીર સોમનાથ જિલ્લાનાં ઉના, તાલાલા અને કોડીનારની સુગર મિલો બંધ થતા ખેડૂતોની શેરડીનાં ભાવમાં ભારે ઘટાડો થયો છે. જોકે ફેકટરીઓ બંધ થતા જિલ્લામાં 210 જેટલા ગોળનાં રાબડાઓ ધમધમતા કરી ખેડૂતોની શેરડીનું પિલાણ શરૂ કરાયું છે. અહીં ઉત્તમ કક્ષાની શેરડી વિપુલ માત્રામાં પાકે છે.તેથી ગીરનો ગોળ કેમિકલ વગરનો અતિ ઉત્તમ ક્વોલિટીનો ગોળ બને છે.આયુર્વેદની અનેક ઔષધિઓમાં ગીરના દેશી ગોળનો ઉપયોગ કરવામાં આવે છે.
ગીર સોમનાથ જિલ્લો લીલી નાઘેર તરીકે ઓળખાય છે.અહીંના તાલાલા અને કોડીનાર તાલુકામાં મોટા પ્રમાણ મા શેરડી નું વાવેતર થાય છે જેના કારણે અહીં ત્રણ સુગર મિલ એક સમયે ધમધમતી હતી જો કે તમામ સુગર મિલો છેલ્લાં 5 થી 7 વર્ષ થી બંધ હાલતમાં છે સુગર મિલો બંધ થતા ગીર પંથકમાં નવેમ્બર માસથી રાબડાની સીઝન શરૂ થાય છે. જે 4 મહિના સુધી ચાલે છે .હાલ 210 થી પણ વધારે રાબડા ઓ શરૂ થયા છે.રાબડા ધમધમતા ખેડૂતો પોતાની શેરડી વહેંચી રહયા છે પરંતુ ખેડૂતો શેરડીના ભાવ ને લય ખૂબ નિરાશ જોવા મળી રહયા છે ખેડૂતોના કહેવા મુજબ એક ટન શેરડી નો ભાવ હાલ 1700 ચૂકવાયુ છે ખેડૂતો નું કહેવું છે કે એક વિઘો શેરડી પકવવા મા અમને 15થી 20,00 નો ખર્ચ લાગે છે અને એક વર્ષ નો સમય શેરડી પકવવામાં લાગે છે શેરડી ના ભાવ 3,000 ચૂકવાય તો જ ખેડૂતો ને પરવડે તેમ.છે એક તરફ ખેડૂતો ને શેરડી ના પૂરતા ભાવ ન મળતા નથી તો. બીજી તરફ રાબડા માલિકોનું કહેવું છે કે ગોળના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે
દેશી શુદ્ધ ગોળ બનાવવા માટે સખત મહેનત કરવી પડે છે.ખેડૂતનાં ખેતર માંથી શેરડીને કાપી લાવ્યા બાદ તેનું પિલાણ કરી તેનો રસ બનાવાય છે. અને ત્યારબાદ તે રસને અનેક ડીગ્રી ટેમ્પરેચરે ગરમ કરી ઘટ્ટ કરવામાં આવે છે.જેને શુદ્ધ અને લિજ્જતદાર બનાવવા માટે કુદરતી વનસ્પતિ ભીંડીનો પણ ઉપયોગ કરવામાં આવે છે.ગીર નો ગોળ ઉત્કૃષ્ટ કક્ષા નો બને છે.ગીરની ધરતી માં જ અદભુત તાકાત છે.અહીં ઉત્તમ કક્ષાની શેરડી વિપુલ માત્રામાં પાકે છે. ગીરના ગોળ માંથી આયર્ન, વિટામિન, ગ્લુકોઝ, કેલ્શિયમ સહિત જીવન રક્ષક અનેક ઘટકો મળી રહે છે. આયુર્વેદની અનેક ઔષધિઓમાં ગીરના દેશી ગોળનો ઉપયોગ કરવામાં આવે છે.ખાસ કરીને શિયાળામાં આ ગોળનું વિવિધ રીતે સેવન કરવાથી વર્ષ આખું શરીર તંદુરસ્ત રહે છે.