વેરાવળમાં કોરોના વાયરસના ત્રણ શંકાસ્પદ દર્દીઓ દાખલ
- વિદેશથી આવેલા ૫૬ લોકો પર તંત્રની નજર
- 41 વ્યક્તિનું ઓબ્ઝર્વેશન ચાલુ
વેરાવળ, તા. 21 માર્ચ 2020, શનિવાર
વેરાવળ, સોમનાથ, સુત્રાપાડા વિસ્તારમાં કરોનાના ત્રણ દર્દીઓ શંકાસ્પદ હોય, જેના રીપોર્ટ કરવા માટે મોકલેલા છે અને ૪૧ લોકોને ઓબ્ઝર્વેશનમાં રખાયેલા છે.
કોરોનાના લીધે ૧૪૪ની કલમ હોવાથી તમામ હોટલો, રેસ્ટોરન્ટો બંધ થઈ ગઈ છે તેમજ આખો વિસ્તારમાં સુમસામ થયેલ છે. વેરાવળ, સોમનાથ, સુત્રાપાડા વિસ્તારની અનેક મુખ્ય બજારો તથા ગ્રામ્ય વિસ્તારોમાં કરફ્યુ જેવું વાતાવરણ છે.
વેરાવળમાં હાલ ત્રણ દર્દી શંકાસ્પદ જણાતા સારવાર ચાલુ છે તેમજ વિદેશથી આવેલા ૫૬ પેસેન્જરોનું લીસ્ટ તંત્ર પાસે આવી ગયું છે. તેમાં ૧૫ લોકોની તપાસ પુર્ણ થઈ છે અને ૪૧ લોકો ઓબ્ઝર્વેશનમાં છે.
હાલ ૧૪૪ની કલમ હોય સોમનાથ વિસ્તાર સંપૂર્ણપણે બંધ છે. હોટલો, રેસ્ટોરન્ટો ખાલી પડયા છે અને રવિવારે જનતા કરફ્યુ માટે અનેક સંસ્થાઓ તરફથી પણ ઘરમાં રહેવાની અપીલ કરાઈ છે. બન્ને તાલુકામાં જનતા કરફ્યુનો અમલ થાય તેવી વહીવટી પોલીસ તંત્રએ પણ અપીલ કરી છે. એસ.ટી., રેલ્વે તેમજ અનેક ખાનગી બસો પણ બંધ રહેશે તેમ તંત્રએ જણાવેલું હતું.